કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ છોડ્યો કોંગ્રેસનો હાથ, જાણો ક્યાંના અને કયા નેતાએ પોતાના તમામ પદ પરથી રાજીનામું આપ્યું?


  • Published By :
  • Published Date : 2023-06-17 17:22:19

બનાસકાંઠાના રાજકારણમાં મોટી ઉથલ પાથલ જોવા મળી છે. થોડા સમયથી અટકળો ચાલી રહી હતી તે ડીસાના દિગ્ગજ કોંગ્રેસી નેતા અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે.ત્યારે અટકળો પર અંત આવ્યો છે અને તેમણે ખરેખર કોંગ્રેંસમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવાનું કારણ જણાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસની કથળી જતી  હાલતને કારણે તેમના વિસ્તારમાં કામ નથી થઈ રહ્યા. ત્યારે દિગ્ગજ નેતાના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. મળતી માહિતી અનુસાર ગોવાભાઈ રબારીના સમર્થનમાં 8 હોદ્દેદારોએ રાજીનામું આપી દીધું છે.

      

ગમે ત્યારે નેતા ધારણ કરી શકે છે કેસરિયો!

કોંગ્રેસના અનેક નેતાઓ પાર્ટીનો સાથ છોડી રહ્યા છે. અનેક નેતાઓએ રાજીનામા આપ્યા છે. થોડા સમય પહેલા ગેનીબેન કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ હતી. ત્યારે આ વાતનો ખુલાસો ગેનીબેને આપ્યો હતો કે તેઓ ભાજપમાં નથી જોડાવાના. ત્યારે આવી જ અફવાઓ ડીસા કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવા રબારી માટે ચર્ચાતી હતી. ગમે ત્યારે તે કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાઈ જશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. પરંતુ તેમણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે તમામ પદ ઉપરથી રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં ગમે ત્યારે જોડાઈ શકે છે તેવી અટકળોએ જોર પકડ્યું છે. 





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે