આ યુવકે વિદેશમાં જઈ ગુજરાતનું નામ બદનામ કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 16:45:17

વિદેશ જઈ ડોલરમાં કમાવી લેવાની ઘેલછામાં લોકો ગમે તે હદ સુધી જઈ રહ્યા છે. લોકો નકલી ડોક્યુમેન્ટ, પાસપોર્ટના સહારે વિદેશ તો પહોંચી જતા હોય છે, પરંતુ લાયકાત ન હોવા છતા ગયેલા આવા લોકો પોતે તો વિદેશમાં ફસાતા હોય છે પણ સાથે-સાથે ભારત અને વિદેશમાં વસતા ભારતીય નાગરીકોનું નામ પણ બદનામ કરતા હોય છે. ત્યારે ફરીએક વખત આવી ધટના સામે આવી છે.


12મું નાપાસ યુવક નકલી સ્ટુડન્ટ વિઝા મેેળવી અમેરિકા પહોંચવા નીકળ્યો

વર્ષિલ ધોબી નામનો યુવક સ્ટુડન્ટ વિઝા મેળવી કેનેડાની કોલેજમાં એડમિશન તો લીધું પરંતુ એક દિવસ પણ કોલેજ ગયો ન હતો. 25 દિવસ કેનેડામાં રહ્યા બાદ વર્ષિલના એજન્ટે કેનેડાથી ગેરકાયદેસર રીતે તેને અમેરિકા મોકલવાનો તખતો તૈયાર કર્યો હતો પરંતુ અમેરિકાની પોલીસે તેને અને તેના સાથીદારને ઝડપી પાડયા હતા. ત્યાર બાદ અમેરિકન પોલીસે કેનેડાની સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કર્યો હતો. કેનેડિયન પોલીસે તેની કોલેજમા તપાસ કરતા ખબર પડી કે આ યુવકની 10 અને 12ની માર્કશીટ નકલી છે.

  

એજન્ટે 65 લાખની માગણી કરી હતી 

વર્ષીલને અમેરિકા મોકલવા માટે એજન્ટે તેના પિતા પાસે 2021માં 65 લાખની માગણી કરી હતી. જેમાંથી 30 લાખ વર્ષીલના પિતાએ આપી દીધા હતા. જેથી એજન્ટે કેનેડાના વિઝા અને ત્યાંની કોલેજમાં એડમિશન અપાવવાનું અને ત્યાંથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવાનો પ્લાન રચ્યો હતો પરંતુ વર્ષીલ અને તેના સાથીદારોને કેનેડાથી અમેરિકામાં ઘૂસણખોરી કરતાં અમેરિકન પોલીસે ઝડપી પાડયા હતા. જોકે સવાલ એ પણ છે કે વર્ષિલ ધો.10-12માં નાપાસ હોવા છતાં IELTSનું સર્ટિફિકેટ તેને કેવી રીતે મેળવ્યું તે મોટો પ્રશ્ન છે. 

.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે