Adivasi સંમેલનમાં પહોંચેલા હજારો આદિવાસીઓએ MLA Chaitar Vasavaને યાદ કર્યા, બૂમો પાડી કહ્યું કે... જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-16 09:38:12

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ભલે હાલ જેલમાં છે પરંતુ તેમના સમાચાર અનેક વખત આવતા રહે છે. ચૈતર વસાવાના સમર્થકો અનેક વખત ચૈતર વસાવાના સમર્થનમાં રેલી નિકાળતા હોય છે. અલગ અલગ માધ્યમોથી લોકો સુધી ચૈતર વસાવા દ્વારા કરવામાં આવેલા કામોને પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવતો હોય છે. પોલીસ સમક્ષ જ્યારે ચૈતર વસાવા હાજર થયા હતા ત્યારે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો, આગેવાનો તેમજ આપના નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા. સેલવાસ ખાતે આયોજીત આદિવાસી સંમેલનમાં પણ આદિવાસી સમાજના લોકોએ ચૈતર વસાવાના સમર્થનમાં બૂમો પાડી હતી અને નારા લગાવ્યા હતા કે ચૈતર વસાવા તૂમ આગે બઢો હમ તુમ્હારે સાથે હેં.

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવ્યા હતા ગુજરાત 

વસાવા Vs વસાવાનો જંગ અનેક વખત જોવા મળતો હોય છે. પોતાના નિવેદનોને કારણે અથવા તો કોઈ અપડેટને કારણે મનસુખ વસાવા અને ચૈતર વસાવા ચર્ચામાં હોય છે. ચૈતર વસાવા ભલે જેલમાં છે પરંતુ જેલમાંથી પણ તે પોતાના સમર્થકોને સંદેશો મોકલે છે. ચૈતર વસાવાના સમર્થકોએ અનેક વખત ચૈતર વસાવાને ન્યાય મળે તે માટે રેલીનું આયોજન કરી રહ્યા છે. થોડા સમય પહેલા ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના સંયોજક તેમજ દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત આવ્યા હતા. અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાત આવ્યા હતા. નેત્રંગ ખાતે જાહેર સભા સંબોધી હતી જેમાં તેમણે જાહેરાત કરી કે ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે. 


આદિવાસી સમાજના લોકોએ ચૈતર વસાવાને કર્યા યાદ 

મહત્વનું છે કે આની પહેલા ચૈતર વસાવાએ આ અંગે વાત કરી હતી. તે ગમે ત્યાં હોય પણ તે લોકસભાની ચૂંટણી લડશે તેવો સંદેશો તેમના દ્વારા મોકલવામાં આવ્યો હતો. પોતાના સમર્થકોને તેમજ આપના કાર્યકર્તાઓને આ અંગે કામ પર લાગી જવા માટે કહ્યું હતું. આદિવાસી સમાજના લોકો અનેક વખત ચૈતર વસાવાને યાદ કરતા હોય છે, તેમના નામની બૂમો પાડતા હોય છે ત્યારે આદિવાસી સંમેલનમાં ચૈતર વસાવાના નામની બૂમો પાડી અને તેમને યાદ કર્યા હતા.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે