લીંબડી-અમદાવાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, ત્રણ લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-01-31 09:43:09

અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માત લીંબડી-અમદાવાદ હાઈવે પર બન્યો છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર બે વ્યક્તિના મોત ઘટનાસ્થળ પર નિપજ્યાં હતા. આઈસર પાછળ કાર ઘૂસી જતા આ દુર્ઘટના સર્જાઈ છે. પોલીસે ઘટનાસ્થળે આવી વધુ તપાસ હાથ ધરી છે.


કાર અને આઈસર વચ્ચે સર્જાયો અકસ્માત 

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. અકસ્માતોને કારણે અનેક લોકો કાળનો કોળિયો બની જતા હોય છે. અનેક કારણોસર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત લીંબડી અમદાવાદ હાઈવે પર સર્જાયો છે જેને કારણે ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળ સ્થળ પર મોત થયા છે. મળતી માહિતી અનુસાર કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયા છે. પોલીસે ઘટના સ્થળે આવી વધુ તપાસ હાથ ધરી છે.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે