આજે છે GPSC વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા, 102 બેઠકો માટે 1.6 લાખ ઉમેદવારો મેદાનમાં


  • Published By :
  • Published Date : 2023-01-08 14:00:04

ગુજરાતના 21 જિલ્લાઓમાં આજે GPSC વર્ગ 1 અને  2ની પરીક્ષા યોજાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી આ પરીક્ષાઓનું આયોજન થઈ શક્યું ન હતું પરંતુ આજે આ પરીક્ષાઓ યોજાઈ રહી છે. 1.61 લાખ જેટલા ઉમેદવારો આ પરિક્ષા આપવાના છે અને જે માટે 633 સેન્ટરોની વ્યવસ્થા કરવામાં આવી છે. 

1 lakh 60 thousand students are giving GPSC exam today GPSC Exam: વર્ગ-1 અને 2ની પરીક્ષા, કુલ 102 જગ્યા માટે 1 લાખ ,61 હજાર ઉમેદવારો આપી રહ્યાં છે કસોટી


1.6 લાખ ઉમેદવારો આપી રહ્યા છે પરીક્ષા 

સેન્ટરોની વાત કરીએ તો રાજ્યના કુલ 21 જિલ્લાઓમાં આ પરિક્ષા લેવામાં આવશે. અને 633 સેન્ટરો પર 1.61 લાખ ઉમેદવારો પરિક્ષા આપવાના છે. GPSCના વર્ગ 1ની પરિક્ષા માટે 32 જગ્યાઓ માટે જિયારે વર્ગ 2ની પરીક્ષા માટે કુલ 70 જગ્યાઓની પરીક્ષા યોજાવા જઈ રહી છે. કુલ 102 બેઠકો માટે પરીક્ષા લેવાઈ રહી છે. પ્રથમ પેપરની શરૂઆત થઈ ગઈ છે જ્યારે બીજી પરીક્ષા બપોરના સમયે લેવાવાની છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે