મહીસાગરમાં વર કન્યાએ મૂશળધાર વરસાદમાં લીધા સાત ફેરા, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ


  • Published By :
  • Published Date : 2023-06-18 19:46:00

વિનાશક વાવાઝોડા બિપોરજોય બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. જો કે આ સ્થિતીમાં પણ કેટલાક લગ્નોત્સુક યુગલોના ઉત્સાહ અડીખમ રહ્યો છે. જેમ કે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોરના પોડા ગામના વરરાજા વરસતા વરસાદ વચ્ચે  કન્યા સાથે પોતાના લગ્નની વિધિ માટે લગ્નના ફેરા ફરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


વરસાદનું વિઘ્ન પણ ડગાવી શક્યું નહીં


હાલ લગ્નસરાની સિઝન પૂર્ણતાને આરે છે ત્યારે લગ્નની તારીખ નક્કી થઈ ગયા પછી ખાનપુર તાલુકાના બકોરના પોડા ગામનો વરરાજા જાન લઈને પરણવા કન્યાના ઘરે પહોંચ્યો હતો. હવે લગ્નના શરૂ થાય તે પહેલા જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. જો કે વર અને કન્યાએ મક્કમ મનોબળ સાથે મુશળધાર વરસાદ વચ્ચે પણ લગ્નના સાત ફેરા પુરા કર્યા હતા. ભારે પવન સાથે વરસતા વરસાદમાં મંડપ ઉડી ના જાય તે માટે અન્ય મહેમાનોએ મંડપને પકડી પણ રાખ્યો હતો જે આ વાયરલ વીડિયોમાં જોવા મળે છે.  લગ્નના માંડવામાં વરસતા વરસાદ વચ્ચે બન્ને ઉત્સાહભેર સાત ફેરા પુરા કરી પોતાના લગ્નની વિધિ પૂર્ણ કરે છે નવયુગલનો આ વાયરલ વીડિયો જોઈને  મ્હોમાં આંગળાં નાંખી જાય છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે