પશ્ચિમ બંગાળમાં સર્જાઈ દુર્ઘટના! લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી જતા મચી અફરા તફરી!


  • Published By :
  • Published Date : 2023-05-11 09:44:59

પશ્ચિમ બંગાળમાં એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. બુધવાર રાત્રે પશ્ચિમ બંગાળની લોકલ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટના રાત્રે 9.20ની આસપાસ બની હતી. અને આ ઘટના શક્તિગઢ રેલ્વે સ્ટેશન નજીક બની હતી. બર્ધમાન-બંડેલ લોકલ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી જતા દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના બાદ અફરા તફરી મચી હતી.


પાટા પરથી ઉતરી ગઈ ટ્રેન!

અનેક વખત ટ્રેન પાટા પરથી ઉતરી જતા દુર્ઘટના સર્જાતી હોય છે. દુર્ઘટનાને પગલે અનેક વખત લોકોના મોત પણ થઈ જતા હોય છે. ત્યારે આવી એક દુર્ઘટના પશ્ચિમ બંગાળમાં બની છે. બર્ધમાન-બંડેલ લોકલ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી જતા અફરા તફરી સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતાં સંબંધિત અધિકારી ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. મુસાફરોને એક એક કરીને ટ્રેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોય તેવી માહિતી સામે આવી નથી. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે