અજાણ્યા ફોન કોલ્સથી મળશે રાહત, TRAIએ ટેલિકોમ કંપનીઓને આપ્યો 40 દિવસનો સમય


  • Published By :
  • Published Date : 2022-12-01 09:57:41

અજાણ્યા ફોન કોલ્સથી ત્રસ્ત લોકો માટે રાહતના સમાચાર છે. ટ્રાઈએ ઓનલાઈન ફ્રોડની વધતી ઘટનાઓ રોકવા માટે ટેલિકોમ કંપનીઓને 40 દિવસમાં જ સૂચનો અને વાંધાઓ રજૂ કરવાના આદેશ આપ્યો છે. 


ટેલિકોમ કંપનીઓને નોટિસ


ટ્રાઈએ કોલ કરનારા લોકોના સ્માર્ટ ફોન કે અન્ય ડિવાઈસ પર નંબર દર્શાવવાની વ્યવસ્થા લાગુ કરવા અંગે ટેલિકોમ કંપનીઓને સુચન પત્ર પાઠવ્યો છે. આ સૂચના પત્રમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર 27 ડિસેમ્બર 2022 સુધી તમામ સ્ટેકહોલ્ડર્સ અને ટેલિકોમ સેક્ટરની કંપનીઓ પાસેથી લેખિત સુચનાઓ માંગવામાં આવી છે. તે ઉપરાંત 10 જાન્યુઆરી 2023 સુધી વાંધાઓ પણ માંગવામાં આવ્યા છે. આ પત્ર ટ્રાઈની વેબસાઈટ  (www.trai.gov.in) પરથી અપલોડ કરવામાં આવ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે