રાજ્યમાં ઠેર-ઠેર TRB જવાનો કરી રહ્યા છે વિરોધ, Ahmedabadમાં મોટી સંખ્યામાં એકત્ર થયા જવાન


  • Published By :
  • Published Date : 2023-11-22 16:59:26

એક તરફ લોકો રોજગાર માટે તરસી રહ્યા છે તો બીજી તરફ  હજારો ટીઆરબી જવાનોની હકાલપટ્ટી કરવામાં આવી છે. રાજ્યમાં બેરોજગારીની સમસ્યા વિકરાળ બની છે, રાજ્યના ભણેલા-ગણેલા યુવાનોને પણ નોકરી મેળવવી લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ બન્યું છે. હવે આવી વિકટ પરિસ્થિતીમાં TRB જવાનોને લઈ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 9 હજારમાંથી 6300 જેટલા TRB જવાનોને ક્રમશઃ ફરજમુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણયનો વિરોધ ટીઆરબી જવાનો કરી રહ્યા છે. અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં ટીઆરબી જવાનો ભેગા થયા હતા અને તેમણે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે,માગ કરી છે કે સરકાર બહાર પાડવામાં આવેલા પરિપત્રને પાછો ખેંચવામાં આવે. તે ઉપરાંત સુરતમાં પણ ટીઆરબી જવાનોને વિરોધ કર્યો હતો. 

અમદાવાદ ખાતે ટીઆરબી જવાનોએ કર્યો વિરોધ પ્રદર્શન 

થોડા સમય પહેલા રાજ્ય પોલીસ વડાના એક આદેશથી પોલીસ જગતમાં ચકચાર મચી ગયો હતો. રાજ્યના 9000 પૈકી 6400 ટીઆરબી જવાનોને છુટ્ટા કરવાનો આદેશ આપવામાં આવતા ટીઆરબી જવાનો રોષે ભરાયા હતા. વર્ષોથી એક જ જગ્યામાં ફરજ બજાવવી વહીવટી અનુકૂળતા માટે યોગ્ય ન હોવાના કારણે નિર્ણય લેવાયો હોવાની વાત સામે આવી હતી. આ નિર્ણયને કારણે અનેક તર્ક વિતર્ક પણ સર્જાયા હતા. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો પરિપત્ર પરત ખેંચવામાં આવે તેવી જવાનોની માગ હતી. આ માગ સાથે અમદાવાદ ખાતે ટીઆરબી જવાનો એકત્ર થયા હતા અને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. 


આ સમાચાર સામે આવતા ટીઆરબી જવાનોમાં હતો ભારે રોષ  

રોજીરોટી છીનવાઈ જશે તેનો ડર ટીઆરબી જવાનોને લાગી રહ્યો છે. આ નિર્ણયને કારણે ટીઆરબી જવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વધુ આંદોલન શરૂ થઈ શકે છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આજે આવેદનપત્ર પાઠવી ટીઆરબી જવાનોએ પોતાની વેદના વ્યક્ત કરી હતી. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.