અમદાવાદ અકસ્માતમાં મૃત્યુ પામનાર માટે કરાયું શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન, આક્રોશના બેનરો સાથે પહોંચ્યા લોકો


  • Published By :
  • Published Date : 2023-07-24 17:07:52

અમદાવાદમાં થોડા દિવસો પહેલા ઈસ્કોન નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં જે લોકોના મોત થયા છે તે લોકોના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનામાં ત્રણ પોલીસ કર્મીઓ પણ મોત થયા છે. ઓવરસ્પીડિંગમાં તથ્ય પટેલ નામના નબીરાએ લોકોને અડફેટે લઈ લીધા હતા. ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મૃતકોના જીવને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો, તેમજ પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા.  

આટલા કિલોમીટરની ઝડપે દોડી રહી હતી તથ્ય પટેલની ગાડી

અમદાવાદમાં થોડા દિવસ પહેલા એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક નિર્દોષ લોકોના મોત થયા હતા. આ મામલે તથ્ય પટેલ વિરૂદ્ધ પોલીસ તપાસ કરી રહી છે. ઓવરસ્પીડિંગ હોવાને કારણે દુર્ઘટના સર્જાઈ હોય તેવી વાતો તો કરવામાં આવતી હતી .અમદાવાદમાં ઈસ્કોન ઓવરબ્રિજ બ્રિજ પર જેગુઆર કારથી 10 લોકોને કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલનો FSL રિપોર્ટ આવી ગયો છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટ મુજબ અકસ્માત સર્જાયો તે વખતે તથ્ય પટેલે 142 પ્રતિ કલાકની સ્પિડથી જેગુઆર કાર દોડાવી હતી. આ સ્થિતીમાં તેણે કાર પરનો કાબુ ગુમાવી દીધો અને 10 લોકોના મોત થયા હતા. આ પૂર્વે આરોપી તથ્ય પટેલે કબૂલાત પણ કરી હતી કે તે જેગુઆર સ્પીડમાં ચલાવતો હતો અને તેણે બ્રેક મારી જ નહોતી. અત્રે ઉલ્લેખનિય છે અકસ્માતની આ ઘટના બાદ પોલીસે  FSL અને RTOનો રિપોર્ટ ઉપરાંત જેગુઆર કારના મિકેનિકલ એન્જિનિયરનો પણ રિપોર્ટ માગ્યો છે. FSLનો રિપોર્ટ આવ્યા પછી કોર્ટ અને પોલીસ તરફથી શું કાર્યવાહી થશે તેના પર લોકોની નજર છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે