Gujaratમાં ઠેર-ઠેર ટ્રક ડાઈવરો કરી રહ્યા છે Hit And Runનવા કાયદાનો વિરોધ, હાઈવે પર કર્યો ચક્કાજામ, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2024-01-01 12:36:10

અકસ્માતોની સંખ્યામાં વધારો સતત થઈ રહ્યો છે. અનેક હિટ એન્ડ રનની ઘટના બને છે જેમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. અકસ્માત સર્જ્યા બાદ અનેક ડ્રાઈવરો એવા હોય છે જેઓ અકસ્માત બાદ ફરાર થઈ જતા હોય છે. રસ્તા પર માણસને મરવા છોડી દેતા હોય છે. ત્યારે હિટ એન્ડ રનને લઈ નવો કાયદો બનાવવામાં આવ્યો છે જેનો વિરોધ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર કરવામાં આવી રહ્યો છે. ભારતીય ન્યાયિક સંહિતા 2023માં સુધારો કરવામાં આવ્યો તે પછી, હિટ એન્ડ રન કેસમાં દોષિત ડ્રાઈવરને 7 લાખ રૂપિયા સુધીના દંડ અને 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે. આ નિયમનો વિરોધ ડ્રાઈવરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ સ્થળો પર ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. રાજ્યમાં મહેસાણાથી લઇને રાજકોટ, સુરતથી લઇને ગીર અમદાવાદ, સોમનાથ અને ભરૂચ સહિતના ટ્રક ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા છે. 

ટ્રક ચાલકોએ રાજકોટ-અમદાવાદ હાઇવે બ્લોક કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે લાંબો ટ્રાફિક જામ થયો હતો.

નવા કાયદનો ઠેર-ઠેર થઈ રહ્યા છે વિરોધ પ્રદર્શન 

હિટ એન્ડ રનની ઘટનાઓમાં ધરખમ વધારો થયો છે. અનેક પરિવારોએ પોતાના પરિવારજનોને આવા અકસ્માતમાં ગુમાવ્યા હશે. હિટ એન્ડ રનના મુખ્યત્વે કેસોમાં અકસ્માત સર્જનાર ડ્રાઈવર ઘટનાસ્થળ પરથી ફરાર થઈ જતો હોય છે. ઈજાગ્રસ્તને હોસ્પિટલ પણ નથી પહોંચાડવામાં આવતો જેને કારણે તેનું મોત થઈ જાય છે અનેક કિસ્સાઓમાં. હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં ટ્રાન્સપોર્ટરો અને ટ્રક ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે. ત્યારે ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસએ હિટ એન્ડ રન કાયદાને વધુ કડક બનાવવાનો વિરોધ કર્યો છે. રાજ્યમાં ઠેર ઠેર આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.        

Mehsana And Bharuch News: more than five km long chakka jam over the hit and run new rule, local news, gujarat news Driver Strike: રાજ્યમાં થંભી ગયા ટ્રકોના પૈડા, હજારો ડ્રાઇવરો હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં રૉડ પર ઉતર્યા

શનિવારે પણ ડ્રાઈવરો દ્વારા કરાયો હતો વિરોધ 

હિટ એન્ડ રન કેસમાં દોષિત ડ્રાઈવરને 7 લાખ રૂપિયા સુધીના દંડ અને 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે. આ નિયમનો વિરોધ ડ્રાઈવરો કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ સ્થળો પર ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. શનિવારે પણ વિરોધના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે આજે પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે. એસટી બસમાં તોડફોડ કરવામાં આવી છે. ટ્રક ડ્રાઈવરો અને ટ્રાન્સપોર્ટરોએ શનિવારે 30 ડિસેમ્બરે જયપુર, મેરઠ, આગ્રા એક્સપ્રેસ વે સહિત ઘણા હાઈવે પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. 


એસટી બસ પર કરાયો હતો હુમલો  

દેશના અનેક રાજ્યોમાં આ નવા નિયમનો વિરોધ ડ્રાઈવરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં પણ આ વિરોધ શરૂ થઈ ગયો છે. ટ્રક ચાલકોએ રાજકોટ-અમદાવાદ હાઇવે બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. હાઈવે બંધ કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. આ દરમિયાન ભીડમાંથી કેટલાક લોકોએ બસની બારીના કાચ તોડી નાખ્યા હતા. તે ઉપરાંત બાલાસિનોર અમદાવાદ હાઇવે ચક્કા જામ કર્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ કાયદામાં વાહન અકસ્માતના ગુનામાં માલવાહક વાહનના ડ્રાઈવરને અકસ્માતના કિસ્સામાં 10 વર્ષ સુધીની જેલ તેમજ ફરીથી વાહનચાલકને લાઈસન્સ મળે જ નહીં તેવી જોગવાઈઓ છે. જેની સામે ટ્રકચાલકોમાં ઉગ્ર રોષ છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.