ગુજરાત હાઈકોર્ટે સગીરા સાથે અડપલા કરનારા ટ્યુશન ક્લાસીસ શિક્ષકના જામીન ફગાવ્યા, HCએ ઝાટકણી પણ કાઢી


  • Published By :
  • Published Date : 2023-07-06 14:16:32

શિક્ષક અને વિદ્યાર્થિનીઓ વચ્ચેના પવિત્ર સંબંધને લાંછન લગાડતી એક ઘટના અમદાવાદના અમદાવાદના સરખેજ વિસ્તારમાં બની હતી. સરખેજ વિસ્તારમાં ટ્યૂશન ક્લાસિસ ચલાવતા આલોક કુમારે સગીર વયની બે વિદ્યાર્થિનીઓને શારીરિક અડપલા કર્યા હતા. જેને લઈને પીડિતાના માતા-પિતાએ ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. શિક્ષક આલોક કુમારે જામીન મેળવવા માટે  જામીન અરજી કરી હતી,  જો કે હાઇકોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. આ ઘટના બની ત્યારે વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. 

ગુજરાત હાઈકોર્ટે ઝાટકણી કાઢી


આલોક કુમારની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતા ગુજરાત હાઈકોર્ટના જજ નિર્ઝર દેસાઈએ કહ્યું હતું કે, આવી વિકૃત માનસિકતા ધરાવતા શિક્ષકો આપણા સમાજ માટે ખતરારૂપ છે. ખાસ કરીને શિક્ષણ સાથે જોડાયેલા લોકો જ્યારે આવું કૃત્ય કરે ત્યારે તેમને જરાય પણ સાંખી લેવાય નહીં. બાળકીઓ સાથે અડપલા અથવા દુષ્કૃત્યોની ફરિયાદ કરવા માટે વાલીઓએ હિંમત દાખવવી જરૂરી છે. જો એકવાર આ વાતને અવગણવામાં આવે તો આરોપી ફરીથી અન્ય કોઈને શિકાર બનાવી શકે છે. સ્કૂલ અને કોલેજની જેમ ટ્યૂશન ક્લાસિસ પણ એક પ્રકારની શૈક્ષણિક સંસ્થા જ છે અને ત્યાં જ જો બાળકીઓ સાથે જાતીય શોષણ કરવામાં આવે તો તે માફીને પાત્ર નથી. શિક્ષકને જો જામીન મળે તો તે સમાજ માટે ખોટું ઉદાહરણ સાબિત થશે.

સમગ્ર મામલો શું હતો?


અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતો આરોપી આલોક કુમાર ઓર્ચિડ હાઈટ્સમાં આવેલા પોતાના ઘરમાં ટ્યૂશન ક્લાસિસ ચલાવે છે. આરોપી આલોક કુમારની સગીર વયની વિદ્યાર્થિનીઓ પર નજર બગડી હતી. તેણે 16 વર્ષ અને 14 વર્ષ તેમ બે વિદ્યાર્થિનીઓને એક્સ્ટ્રા ક્લાસના બહાને પોતાના ઘરે બોલાવી હતી.અને તેમની સાથે શારીરિક અડપલા કર્યા હત. 16 વર્ષની છોકરીએ ઘરે જઈને માતા-પિતાને આ વિશે જાણ કરી હતી. જ્યારે તેમણે સાથે ભણવા જતી 14 વર્ષની છોકરીને આ વિશે પૂછ્યું તો તેણે પણ શિક્ષકે તેની સાથે અડપલા કર્યા હોવાનું કહ્યું હતું. જે બાદ આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી અને તેને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આરોપીએ જમીન અરજી કરી હતી, જો કે ગુજરાત હાઈકોર્ટના આ કૃત્યને જઘન્ય ગણાવીને તેની અરજી ફગાવી હતી



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે