તારક મહેતા કા ઉલટા ચશ્મામાં આવવાનો છે ટ્વિસ્ટ, બાવરી કરશે બાઘા સાથે બ્રેકઅપ!!!!


  • Published By :
  • Published Date : 2023-01-13 16:56:06

સોની સબ પર આવતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. અનેક લોકો આ શોના દિવાના છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી કલાકારો શોને અલવિદા કહી રહ્યા છે. આવનાર દિવસોમાં બાવરી બાઘા સાથે બ્રેકઅપ કરી લે છે જેને કારણે બાઘા દુખી આશિક બની જાય છે. 

Taarak Mehta Ka Ooltah Chashmah Jethalal Worker Bagha got hurt because of his breakup with bawri Tanmay Vekaria Dilip Joshi TMKOC: बावरी के गम में बाघा ने खोई सुध-बुध, दिल टूटे आशिक बन बालकनी से कूदने की दे डाली धमकी

ગોકુળધામમાં બાઘા કરશે હંગામો 

શોમાં બાવરી અને બાઘાની લવ સ્ટોરી બતાવવામાં આવી રહી છે. તેમની લવ સ્ટોરી દર્શકોને પસંદ આવી રહી છે. પરંતુ આવનાર એપિસોડમાં બાવરી બાઘા સાથે બ્રેકઅપ કરી લેશે. પાર્કમાં બાઘા બાવરીની રાહ જોતો રહેશે પરંતુ બાવરી બાઘાને બ્રેકઅપનો મેસેજ કરશે. આ મેસેજને લઈ બાઘા દુખી થઈ જાય છે. જેઠાલાલને બ્રેકઅપની વાત કરે છે અને રડવા લાગે છે. દુખી થઈ બાઘા બારમાં જશે અને ત્યાં નશો કરશે. બાધાને ગોકુલધામ લાવવામાં આવે છે. ત્યાં બાઘા ઘણો હંગામો કરે છે. હંગામો કરતા કરતા બાલકનીમાં ઉભો થઈ જાય છે અને કોઈની વાત સાંભળવા તૈયાર નથી. ગોકુલધામનું મહિલા મંડળ બાવરીને કોસે છે પરંતુ બાઘા ના પાડે છે. 


અનેક કલાકારોએ છોડ્યો છે શોનો સાથ  

અંદાજીત 14 વર્ષથી સોની સબ પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો આવી રહ્યો છે. આ શોને ઘણી લોકચાહના મળી છે. આ શોને સૌથી લાંબો ચાલનારો શો માનવામાં આવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી અનેક કલાકારો શોને અલવિદા કહી રહ્યા છે. દયા ભાભી ઉર્ફ દિશા વાકાણીતો લાંબા સમયથી શોમાં દેખાતા નથી. તે સિવાય તારક મહેતાએ એટલે કે શૈલેષ લોઢાએ પણ શોને અલવિદા કહી દીધું છે. ઉપરાંત શોના ડાયરેક્ટરે પણ શોને અલવિદા કહી દીધું છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે