ટ્વિટર ઈન્ડિયાના કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનું શરૂ કરાયું


  • Published By :
  • Published Date : 2022-11-04 19:37:10

ટ્વિટરના પંખીને કથિત રીતે હવામાં ઉડાવી ઉદ્યોગપતિ એલન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ટેકઓવર કરીને અનેક બદલાવો કર્યા છે. વિશ્વની અનેક જગ્યાઓ પરથી ટ્વિટરના જૂના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકાયા છે ત્યારા ભારતમાંથી પણ શરૂઆત થઈ ગઈ છે. ટ્વિટરે ભારતમાં પણ જૂના કર્મચારીઓને કાઢવાની શરૂઆત કરી દીધી છે. દુનિયાના સૌથી મોટા અમીર વ્યક્તિ એલન મસ્કે ગત અઠવાડિયામાં ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ સહિતના અનેક મોટા અધિકારીઓને કંપનીમાંથી કાઢી મૂક્યા હતા. મસ્કે હવે ટ્વિટરના કાર્યાલયને નાનું કરવાનો મોટો નિર્ણય કરી લીધો છે અને તેના પર અભ્યાસ પણ શરૂ કરી દીધો છે.

 

ટ્વિટર ઈન્ડિયાને થઈ શકે છે મોટું નુકસાનઃ કર્મચારી

ટ્વિટર ઈન્ડિયાના કર્મચારીએ સમાચાર એજન્સી PTIને જણાવ્યું હતું કે છણાવટ શરૂ થઈ ગઈ છે. ટ્વિટર ઈન્ડિયાના અનેક કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાના મેઈલ મળી ચૂક્યા છે. જ્યારે અન્ય એક વ્યક્તિએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી ટ્વિટર ઈન્ડિયાને મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ નજર આવી રહી છે. 

 

ટ્વિટર ઈન્ડિયાએ સમાચાર નકારી કાઢ્યા

ટ્વિટર ઈન્ડિયાએ સમગ્ર મામલે સમાચાર નકારી કાઢ્યા છે. જ્યારે અમુક મીડિયા રીપોર્ટ પરથી જાણવા મળી રહ્યું છે કે ટ્વિટર ઈન્ડિયાની પૂરી માર્કેટિંગ ટીમ અને કોમ્યુનિકેશન વિભાગને બરતરફ કરી દીધો છે. 

 એલન મસ્કે ટ્વિટરના મોટા કર્મચારીઓને જાણકારી આપી હતી કે તેઓ ટ્વિટરમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરશે, જ્યારે અમુક ખબરોમાં તો એવું કહેવામાં આવ્યું છે કે એલન મસ્ક કંપનીના 75 ટકા કર્મચારીઓને ઘર ભેગા કરશે.

 

 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.