કોંગ્રેસે ટ્વિટર પર આમ આદમી પાર્ટીને લીધી આડેહાથ, લખ્યું ભાજપ-આપ ભાઈ ભાઈ


  • Published By :
  • Published Date : 2022-11-15 13:52:20

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં વ્યસ્ત બની છે.પ્રચાર દરમિયાન દરેક પાર્ટી એક-બીજા પર આરોપો અને આક્ષેપ લગાવતું રહે છે. ત્યારે કોંગ્રેસે ટ્વિટર પર આમ આદમી પાર્ટી અને ભાજપ પર પ્રહાર કર્યા હતા. ફોટો શેર કરી કોંગ્રેસે લખ્યું કે આમ આદમી પાર્ટી પણ વડાપ્રધાનની જેમ પ્રચાર પાછળ કરોડોનો ધુમાડો કરી રહી છે.

ભાજપ-આપ ભાઈ ભાઈ - કોંગ્રેસ

ગુજરાતમાં જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા નજરે પડે છે, જ્યારે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા રહે છે. આમ આદમી પાર્ટી પણ બંને પાર્ટી પર આરોપ અને આક્ષેપ લગાવતું રહે છે. ત્યારે આ વખતે કોંગ્રેસે બંને પાર્ટી પર એક સાથે પ્રહાર કર્યા છે. ચૂંટણી પ્રચાર પાછળ થતાં ખર્ચને લઈ કોંગ્રેસે પ્રહાર કર્યા છે. ટ્વિટર પર કોંગ્રેસે લખ્યું કે દિલ્હીની પ્રજાના કામ બાજુ પર મૂકી કેજરીવાલ પણ આપણા વડાપ્રધાનની જેમ પ્રચાર પાછળ કરોડોનો ધુમાડો કરી રહ્યો છે. ભાજપ-આપ ભાઈ ભાઈ.

આપે પ્રજા સાથે કર્યો વિશ્વાસઘાત - કોંગ્રેસ 

આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા ટ્વિટ કરી કે આમ આદમી પાર્ટીના શાસનમાં પંજાબમાં ખુલ્લેઆમ હત્યાકાંડ થઈ રહ્યા છે પણ પંજાબ સરકાર કઈ જ પગલા લેતી નથી શું આ લોકો ગુજરાતને સુરક્ષિત રાખશે? ઉપરાંત મફતમાં મળતી વીજળીને લઈને પણ કોંગ્રેસે આપ પર પ્રહાર કર્યા છે અને લખ્યું કે દિલ્હી પંજાબમાં 24 કલાક પાણી આપવાનો વાયદો કરી ફરી ગયા અને પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો.

 

ગુજરાતમાં કઈ પાર્ટી બનાવશે સરકાર?

ટ્વિટ કરેલા પોસ્ટરમાં કોંગ્રેસે લખ્યું કે ન ભાજપ ન આપ, વોટ જશે તો માત્ર કોંગ્રેસને... દરેક પાર્ટી એવું માની રહી છે ગુજરાતમાં તેમની સરકાર બનશે. ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય દરેક પાર્ટી એવો આશાવાદ વ્યક્ત કરી રહી છે કે ગુજરાતમાં આ વખતે તેમની પાર્ટીની જીત થશે. ત્યારે ગુજરાતની જનતા કોને સત્તા પર લાવે છે તે આવનાર સમયમાં ખબર પડી જશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે