જમ્મુના નરવાલ વિસ્તારમાં થયા બે બ્લાસ્ટ, અનેક લોકો થયા ઘાયલ, સુરક્ષા એજન્સી કરી રહી છે તપાસ


  • Published By :
  • Published Date : 2023-01-21 13:47:13

જમ્મુ-કાશ્મીરમાં અનેક વખત આતંકી હુમલા થયા હોવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે ફરી એક વખત જમ્મુના નરવાલ વિસ્તારમાં બે સીરિયલ બ્લાસ્ટ થયા હતા. આ ઘટનામાં 5 જેટલા લોકો ઘાયલ થયા છે. ધમાકો થવાની ઘટનાની જાણ થતા એસએસપી સહિત અન્ય એજન્સિઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

  

બે ધડાકા થવાથી અનેક લોકો થયા ઈજાગ્રસ્ત  

શનિવારે ફરી એક વખત જમ્મુ-કાશ્મીરમાં બે બ્લાસ્ટ થયા છે. સવારે જમ્મુના નરવાલ વિસ્તારમાં બે ધડાકા થયા છે જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સી આ મામલે તપાસ કરવામાં લાગી ગઈ છે. આ ધમાકા ટ્રાંસપોર્ટ નગરના યાર્ડ નં. 7 અને 9 પર થયા છે. ઘટનાને પગલે તમામ વાહનોને ત્યાંથી ખસેડી દેવામાં આવ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પણ જમ્મુ પહોંચી છે. ગણતંત્ર દિવસે રાહુલ ગાંધી જમ્મુમાં હશે જેને લઈ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે