પાટણમાં એક સાથે ઉઠી બે ભાઈઓની અર્થી, મોટા ભાઇના મોતના સમાચાર મળ્યાના 30 મિનિટમાં જ નાના ભાઇએ પણ ત્યજ્યો જીવ!


  • Published By :
  • Published Date : 2023-03-14 13:52:09

નાની નાની ઉંમરે લોકોના જીવ હાર્ટ એટેક આવવાને કારણે જઈ રહ્યા છે. કોઈ ક્રિકેટ રમતી વખતે તો કોઈ યોગા કરતી વખતે હાર્ટ એટેકને કારણે મોતને ભેટે છે. ત્યારે પાટણમાં એક જ પરિવારના બે સભ્યોની અર્થી ઉઠી છે. હાર્ટ એટેકને કારણે મોટાભાઈ મોતને ભેટ્યા ત્યારે આ સમાચાર સાંભળી નાના ભાઈને આઘાત લાગ્યો હતો. માત્ર 30 મિનીટની અંદર જ નાના ભાઈનું પણ મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયું હતું. બંને ભાઈઓની અર્થી એક સાથે ઉઠી છે.


હાર્ટ એટેકને કારણે મોટા ભાઈનું મોત  

હાર્ટ એટેક આવવાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. કોઈ ક્યારે મોતને ભેટી જશે તે ખબર નથી પડી રહી. લગ્નમાં જે ઘરથી દીકરીની ડોલી ઉઠવાની હોય છે ત્યાંથી દીકરીની અર્થી ઉઠે છે. કોઈ રમતા રમતા તો કોઈ યોગા કરતા કાળનો કોળિયો બની જાય છે. ત્યારે પાટણથી કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. પરિવારના બે સભ્યોની એક સાથે અર્થી ઉઠી છે. પાટણના લોટેશ્વરમાં રહેતા પટેલ પરિવારમાં બે સગા ભાઈઓના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. લોટેશ્વરમાં રહેતા અરવિંદ પટેલ કોઈ કામથી બહાર ગયા હતા અને તે બાદ બહાર ખુરશી પર બેઠા હતા. તે બાદમાં ઉભા થઈ ચાલતા ચાલતા રોડ પર ઢળી પડે છે. ઢળી પડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં તેમને મૃતક ઘોષિત કરવામાં આવ્યા હતા. 


મોટા ભાઈ બાદ નાના ભાઈએ પણ દુનિયાને કહ્યું અલવિદા  

મોટા ભાઈના નિધનનાં સમાચાર સાંભળી નાના ભાઈ દિનેશ દુકાનથી ઘરે આવ્યા. પરિવારને સંભાળવાની કોશિશ કરી રહ્યા તે દરમિયાન તેમને ગભરામણ થવા લાગી. ગભરામણને કારણે તેઓ ઢળી પડ્યા. હોસ્પિટલ તેમને લઈ જવાયા અને ત્યાં ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા. એક તરફ અરવિંદભાઈને ઘરે લાવવામાં આવ્યો તો બીજી તરફ તેમના નાના ભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અરવિંદભાઈના અંતિમ વિદાયની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે  તેમના ભાઈએ અંતિમ શ્વાસ લીધા છે. એક સાથે પરિવારમાં બે મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. બે સગા ભાઈઓની એક સાથે અર્થી ઉઠતા માહોલ ગમગીન થઈ ગયો છે.              




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે