એક જ દિવસમાં બની બે હિટ એન્ડ રનની ઘટના, બે લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-12-22 09:39:43

ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અકસ્માતને કારણે અનેક નિર્દોષ લોકો મોતને ભેટે છે. ત્યારે ગુરૂવાર સવારે અકસ્માત થવાને કારણે બે લોકોના મોત થયા હોવાની સમાચાર સામે આવ્યા છે. મહેસાણા જિલ્લામાં હિટ એન્ડ રનની બે ઘટનાઓ બની છે જેમાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 


અકસ્માત થતા ખેડૂતનું થયું મોત 

મળતી માહિતી અનુસાર ઉંઝા કોડહા રોડ પર અજાણ્યા વાહન ચાલકે ખેડૂતને ટક્કર મારી દીધી હતી.  ખેતરમાં કામ કરવા જતા ખેડૂતને ટક્કર વાગતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી વાહનચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાની જાણ થતા ગુન્હો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.


બીજી અકસ્માતમાં વૃદ્ધા મોતને ભેટ્યા

બીજી અકસ્માતની ઘટના વિજાપૂર હિંમતનગર પાસે બની છે. મળતી માહિતી અનુસાર કનકપુરા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહનચાલકે વૃદ્ધાનું મોત થયું છે. વૃદ્ધને ટક્કર મારી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે આ ઘટનાની જાણ થતા તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે