જુનાગઢમાં બે લોકોના શંકાસ્પદ રીતે થયા મોત, ઝેરી પ્રવાહી પીધા બાદ અવસાન થયાનું અનુમાન


  • Published By :
  • Published Date : 2022-11-29 12:22:00

થોડા સમય પહેલા ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટના બની હતી. જેમાં અંદાજીત 100 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે ત્યારે આવી જ ઘટના જૂનાગઢમાં બનવા જઈ રહી હોય તેવી આશંકા સેવાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઝેરી પદાર્થ પીતા બે લોકોના મોત નિપજ્યાં છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. 



લઠ્ઠાકાંડની ઘટનાને હજી લાંબો સમય નથી વીત્યો. પોલીસ આ અંગેની તપાસ કરી રહી છે. ત્યારે રાજકોટમાં બે લોકોના શંકાસ્પદ રીતે મોત નિપજ્યાં છે. જૂનાગઢમાં ઝેરી પદાર્થ પીતા 2 લોકોના મોત શંકાસ્પદ રીતે થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ગાંધી ચોક વિસ્તારમાં બની હતી.  રીક્ષા સ્ટેન્ડ નજીક એક બોટલમાંથી કેટલાક લોકોએ ઝેરી પ્રવાહનું સેવન કર્યું હતું. જે બાદ તેઓ તરફડિયા મારવા લાગ્યા અને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આ ઘટનામાં બે રિક્ષા ચાલકોના મોત નિપજ્યાં છે જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. શંકાસ્પદ રીતે મોત થતા લઠ્ઠાકાંડની આશંકા સેવાઈ રહી છે. બંને લોકોની મોત કયા કારણે થઈ તે અંગે તપાસ ચાલી રહી છે.  



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.