રાજકોટમાં હૃદયહુમલાને કારણે ગયા બે લોકોના જીવ! દાંડિયા રમ્યા બાદ આવ્યો એટેક! ઉલ્લાસની લાગણી ફેરવાઈ માતમમાં!


  • Published By :
  • Published Date : 2023-05-03 10:45:05

હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો છે. રાજકોટમાં એક જ દિવસમાં બે લોકોના મોત હૃદય હુમલાને કારણે થયા છે. એક કિસ્સો જે સામે આવ્યો છે તેમાં લગ્ન પ્રસંગમાં ડાંડિયા રાસ રમી રહેલા યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. 


કોરોના બાદ વધ્યા છે હાર્ટ એટેકના કિસ્સા!

એક સમયે કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો.કોરોનાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમાં હવે હાર્ટ એટેકને કારણે મોતના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. અનેક યુવાનો હાર્ટ એટેક આવવાને કારણે મોતને ભેટી રહ્યા છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં કોઈ યોગા કરતા કરતા, કોઈ બેડમિન્ટન રમતા રમતા તો કોઈ નાચતા નાચતા મોતને ભેટી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ હાર્ટ એટેકના બે કિસ્સાઓ સામે આવ્યા છે. એક જ દિવસમાં બે લોકોના મોત હૃદયહુમલાને કારણે થયા છે. 


હાર્ટ એટેકને કારણે ગયા બે લોકોના જીવ!

મળતી માહિતી અનુસાર રાજકોટના અમિત ચૌહાણ એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્નના આગલા દિવસે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબામાં રાસ ગરબા ગવાયા હતા. રાસ રમીને જ્યારે અમિત ચૌહાણ પોતાના ઘરે આવ્યા તો તે અચાનક બેભાન થઈ ગયા હતા. બેભાન થઈ જતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અચાનક મોત થવાને કારણે પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી હતી. બીજા એક વ્યક્તિએ પણ પોતાનો જીવ એટેકને કારણે ગુમાવ્યો છે.હાર્ટ એટેકના વધતા કેસ એક ચિંતાજનક વિષય બન્યો છે. તંદુરસ્ત દેખાતા લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે