Banaskantha Lok sabha seatનું સમજો સમીકરણ, એ બેઠક જ્યાં BJPએ રેખાબેન ચૌધરીને તો Congressએ Geniben Thakorને ઉતાર્યા છે ચૂંટણી મેદાનમાં


  • Published By :
  • Published Date : 2024-03-15 14:00:27

લોકસભા ચૂંટણીની તારીખ આવતી કાલે જાહેર થવાની છે. ચૂંટણી પંચ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે કે બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને સમગ્ર કાર્યક્રમનું એલાન કરવામાં આવશે. ગુજરાતની 26 લોકસભા બેઠક પર એક જ તબક્કામાં મતદાન યોજાય તેવી સંભાવનાઓ છે. 26 બેઠકોમાંથી ભાજપે 22 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે 7 ઉમેદવારોના નામની અને આમ આદમી પાર્ટીએ 2 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે આજે સમજીએ બનાસકાંઠા લોકસભા સીટોના જાતીગત સમીકરણો અને સમજીએ ત્યાંની રાજનીતિ...

Geniben Thakor - 7 - Vav Vidhan Sabha Constituency - Member Of Legislative  Assembly (MLA) - Incumbent - B - 7 - Vav MLA - OpenCampaign Politician  Profile - India's Best Civic Engagement Platform!

Gujarat: Rekhaben Hiteshbhai Chaudhary, BJP Candidate From Banaskantha  Constituency – Timeline Daily

કઈ પાર્ટીએ કોને બનાવ્યા ઉમેદવાર? 

વાત કરીએ બનાસકાંઠા લોકસભા બેઠકની જ્યાં કોંગ્રેસ તેમજ ભાજપે મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. ભાજપમાંથી રેખાબેન ચૌધરી ઉમેદવાર છે જ્યારે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર ઉમેદવારી નોંધાવાના છે.  ગેનીબેને આ વખતે ચૂંટણીમાં theme રાખી છે બનાસ માંગે મજબૂત બેન , બનાસ માંગે ગેનીબેન .તેઓ વાવના ધારાસભ્ય છે, જ્યારે રેખાબેન ચૌધરી કે જેઓ બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ પટેલના પૌત્રી છે . 


શું છે બનાસકાંઠાના જાતિગત સમીકરણો?

જો ત્યાંના જાતિગત સમીકરણની વાત કરીએ તો આ બેઠક પર ૩.૫ લાખ જેટલા ઠાકોરો છે, ૨ લાખ ચૌધરી સમુદાયના લોકો છે. જ્યારે ૬૨૦૦૦ રબારી સમુદાયના લોકો છે. આ લોકસભામાં ૭ વિધાનસભાઓ આવે છે જેમાં  વાવ, થરાદ, ધાનેરા,દાંતા, પાલનપુર, ડીસા અને દિઓદરનો સમાવેશ થાય છે. 2૦22માં માત્ર વાવ અને દાંતા બેઠકો જ કોંગ્રેસ જીતી શકી હતી જ્યારે ધાનેરા પર અપક્ષ ઉમેદવાર જીતી ગયા હતા. બાકીની બધી જ  બેઠકો ભાજપ જોડે છે .  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે