ચૂંટણીના ભણકારા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, પરિવાર સાથે કરશે દિવાળીની ઉજવણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 12:25:19

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસો પણ વધી ગયા છે. ભાજપ તેમજ આમ આદમી પાર્ટી આ વખતે ચૂંટણી પ્રચાર કરવામાં કોઈ કચાસ રાખવા નથી માગતી. જેને કારણે એક બાદ એક વરિષ્ઠ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી પોતે અવાર નવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ ફરી એક વખત 6 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 

6 દિવસના પ્રવાસ માટે ગુજરાત આવશે અમિત શાહ 

દિલ્હી ખાતે અમિત શાહ રહે છે પરંતુ તેમનો પરિવાર અમદાવાદમાં રહે છે. અમિત શાહ દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવશે. પોતાના પ્રવાસ દરમિયાન વલસાડ, બનાસકાંઠા તેમજ સોમનાથની મુલાકાત લેવાના છે. આજે રાતે તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 22 તારીખે વલસાડની મુલાકાત લેવાના છે, 23 તારીખે વડોદરા, 24 તારીખે બનાસકાંઠામાં ભાજપનો પ્રચાર કરવાના છે. પોતાના પ્રવાસના અંતિમ દિવસે તેઓ સોમનાથ દાદાના દર્શને જવાના છે. 

Union Home Minister Amit Shah Will Reach Vadodara Tonight At 10 Pm |  Vadodara: ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે ગુજરાત, આ ખાસ કાર્યક્રમમાં આપશે હાજરી

પ્રચારની કેટલી થશે મતદારો પર અસર 

ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. ત્યારે મતદારોને રિઝવવાનો પ્રયાસ દરેક પાર્ટી કરી રહી છે. પોતાના દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે મેદાનમાં ઉતારી રહી છે. ચૂંટણી નજીક આવતા પ્રચારની કમાન દિગ્ગજ નેતાઓએ સંભાળી લીધી છે. ત્યારે પાર્ટી દ્વારા કરવામાં આવતા પ્રચારની અસર ચૂંટણી પરિણામ પર કેટલી પડશે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે