જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગ બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલય એક્શન મોડમાં, આતંકવાદીઓ સામે કરાઈ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-01-08 13:30:19

જમ્મુ-કાશ્મીરમાં અનેક વખત આતંકી હુમલાઓ થતા રહે છે જેને કારણે અનેક લોકો મોતને ભેટે છે. થોડા સમયથી જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગ કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસો પહેલા હિંદુ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેમના મોત થઈ ગયા હતા. આ ઘટનાનો વિરોધ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ તે જગ્યા પર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને રોકવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે બે આતંકીસંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો છે.


આતંકવાદીઓએ કર્યું હતું ટાર્ગેટ કિલીંગ 

છેલ્લા ઘણા સમયથી જમ્મુ-કાશ્મીરમાં આતંકીહુમલા વધી ગયા છે. આતંકી સંગઠન દ્વારા ટાર્ગેટ કિલીંગ કરવામાં આવી રહ્યું છે. હિંદુઓ પર હુમલા વધી ગયા છે. થોડા દિવસ પહેલા હિંદુ પરિવાર પર હુમલો થયો હતો જેમાં 4 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટનાનો વિરોધ ત્યાંના સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. એક જગ્યા પર એકત્રિત થઈ આ ઘટનાનો વિરોધ થયો હતો. આ સ્થળ પર આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા જ્યારે એક બાળકનું મોત પણ થયું હતું. 


કેન્દ્રીય ગૃહમંત્રાલયે લગાવ્યો આતંકવાદી સંગઠન પર પ્રતિબંધ  

જમ્મુ-કાશ્મીરમાં વધતા આતંકી હુમલાને રોકવા  કેન્દ્ર સરકાર કદમ ઉઠાવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના નિર્દેશો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે અનેક લોકોને આતંકવાદ ઘોષિત કરી દીધા છે. ઉપરાંત બે આતંકવાદી સંગઠન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આતંકવાદી સામે લડવા સરકારે પોતાની રણનીતિ બદલી દીધી છે. 



કાર્યવાહીના ભાગરૂપે આતંકવાદ સંગઠનો સામે પગલા લેવાઈ રહ્યા છે. ચાર-પાંચ દિવસથી મોટા પાયે આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગૃહમંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં વધતા આતંકવાદને પ્રોત્સાહિત કરનાર તત્વો પર કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે