PM મોદીનું સુરતમાં અભૂતપૂર્વ સ્વાગત, રોડ શોમાં ઉમટ્યા હજારો લોકો, સુરત ડાયમંડ બુર્સનું કર્યું ઉદ્ઘાટન


  • Published By :
  • Published Date : 2023-12-17 14:35:53

PM નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટ પર નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યાર બાદ તેમનો ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં હજારો લોકો ઉમટ્યા હતા. PM મોદીની એક ઝલક મેળવવા સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા, મોટી સંખ્યામાં લોકો 4 કિમી સુધી ચાલીને પહોંચ્યા હતા. પીએમ મોદી સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા હતા તે સમયે સુરત એરપોર્ટથી ડાયમંડ બોર્સ સુધી 6 જગ્યાએ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 


સુરત એરપોર્ટના વિકાસથી બિઝનેસ વધશે : PM મોદી


સુરતમાં એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગના ઉદ્ઘાટન પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સુરત એરપોર્ટના નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તે સુરત માટે એક મુખ્ય માળખાકીય સુવિધા છે, જે ‘જીવનની સરળતા’ને પ્રોત્સાહન આપે છે અને શહેર અને આસપાસના વિસ્તારો માટે વધુ વેપારની ખાતરી કરે છે.


PM મોદીએ સુરત ડાયમંડ બોર્સનું કર્યું ઉદ્ઘાટન 


PM નરેન્દ્ર મોદી આજે સુરત ડાયમંડ બોર્સનું ઉદ્ઘાટન કરશે. સુરત ડાયમંડ બોર્સ આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી બિઝનેસ માટે વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર બનશે. તે રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક હબ બનશે જેમાં એક્સચેન્જ સાથે આયાત-નિકાસ માટે અત્યાધુનિક ‘કસ્ટમ ક્લિયરન્સ હાઉસ’, રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ અને સુરક્ષિત વૉલ્ટ હશે. સુવિધાઓ. થશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે