ફરી કરાઈ કમોસમી વરસાદની આગાહી! ક્યા વિસ્તારોમાં વરસશે માવઠું, માવઠાને કારણે ખેડૂતો થયા બેહાલ!


  • Published By :
  • Published Date : 2023-04-08 16:42:28

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ઉનાળામાં આવેલા માવઠાને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે ફરી એક વખત માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 11 અને 12 એપ્રિલે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. આ વરસાદ વચ્ચે અનેક શહેરોના તાપમાન 38થી 40 ડિગ્રીની આસપાસ નોંધાશે. 


આ વિસ્તારો માટે કરાઈ છે વરસાદની આગાહી  

ઉનાળાની સિઝનમાં આ વખતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આવી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. થોડા દિવસોથી માવઠાને લઈ આગાહી કરવામાં  આવી ન હતી ત્યારે ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં 11 અને 12 એપ્રિલના રોજ કમોસમી વરસાદ વરસી શકે છે. 11 એપ્રિલે કચ્છ, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 12 એપ્રિલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ વરસી શકે છે. 


સરકાર ખેડૂતોને જલ્દી સહાય ચૂકવે તેવી ખેડૂતોને આશા

એક તરફ જ્યાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ ગરમીને લઈને પણ આગાહી કરવામાં આવી છે. આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધી શકે છે. જેમ શિયાળાની ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા હતા તેમ આ વખતની ગરમી પણ અનેક વર્ષોના રેકોર્ડ તોડી શકે છે. ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કુદરત આગળ ખેડૂત લાચાર બન્યો છે. ત્યારે સરકાર માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે જલદી કરાવે અને ખેડૂતોને સહાય જલદી ચૂકવાય તેવી ખેડૂતો સરકાર પાસેથી આશા રાખી રહ્યા છે.        



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે