કમોસમી વરસાદ માટે આજે પણ કરવામાં આવી છે આગાહી! જાણો આજે ક્યાં વરસશે વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-05-30 14:28:03

હવામાન વિભાગે રાજ્ય માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. અનેક શહેરોમાં વરસાદની એન્ટ્રી થશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં માવઠું આવી રહ્યું છે. ત્યારે આજે પણ અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાલનપુર અને નડિયાદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન ફૂંકાવવાને કારણે વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા. માવઠાએ અનેક જગ્યાઓ પર વિનાશ પણ સર્જ્યો હતો. ગુજરાતમાં હજી પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.  


રવિવારે વરસાદે કરી હતી ધમાકેદાર બેટિંગ! 

આ વખતે ઠંડીએ પણ અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા હતા. જેને લઈ લાગતું હતું કે ગરમી પણ આ વખતે પોતાના રેકોર્ડ તોડ્શે. પરંતુ ઉનાળામાં અનેક વખત કમોસમી વરસાદ વરસ્યો હતો. ઘણા સમયથી દેશના અનેક રાજ્યો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક શહેરોમાં રવિવારથી વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. રવિવારે અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ વરસ્યો હતો. 


કમોસમી વરસાદે મચાવી તબાહી! 

સોમવારે પણ અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ આવ્યો હતો ત્યારે આજ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વહેલી સવારથી પાટણ, પાલનપુર, મહેસાણા,નડિયાદ સહિતની જગ્યાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. પવન એટલો ભયંકર વહેતો હતો કે વાવાઝોડા જેવા દ્રશ્યોનું નિર્માણ થયું હતું. અનેક જગ્યાઓ પર ધૂળની ડમરીઓ પણ ઉડતી નજરે પડી હતી. પાટણથી એવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં પતરા ઉડતા દેખાતા હતા. સુરતથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા હતા. 


આ જગ્યાઓ પર આવશે કમોસમી વરસાદ!

વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ વરસવાની આગાહી કરી છે. અમદાવાદ સહિત અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા. પંચમહાલ,ભરૂચ, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસશે. વરસાદને કારણે નુકસાનીના પણ દ્રશ્યો સામે આવ્યા છે. અનેક ઝાડો પણ ધરાશાયી થયા હતા.       



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે