અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે ભારે કમોસમી વરસાદ


  • Published By :
  • Published Date : 2023-03-23 21:29:59

રાજ્યના વિવિધ ભાગોમાં હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ થઈ રહ્યો છે. આજે ઢળતી સાંજે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. શહેરના ઘણા વિસ્તારમાં સુસવાટા મારતા પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. શહેરના આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા હતા, ત્યાર બાદ ગાજવીજ સાથે ભારે વરસાદ ચાલુ થયો હતો. અમદાવાદના સેટેલાઇટ, પ્રહલાદનગર, સરખેજ, એસજી હાઇવે, ગોતા, શિવરંજની, થલતેજ, બોપલ, ઘુમા,નિધરાડ, સાણંદ, એસ.જી હાઈવે, જીવરાજ પાર્ક વગેરે વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તે જ પ્રમાણે રાજ્યના વિવિધ ભાગોમાં પણ ધોધમાર કમોસમી વરસાદ થતા ખેડુતોની સ્થિતી ચિંતાજનક બની છે.


સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર


રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. અમરેલીના ધારી, સાવરકુંડલા, રાજુલા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તે સિવાય રાજુલાના અમૂલી, બાબરીયાધાર, બાલાપર ડુંગર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ધારીના લાખાપાદર, હીરાવા, જીરા, ડાભાળી, વીરપુર સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના આંબરડી, વીજપડી, ભમર, ખડસલી, છાપરી, મેરિયાણામાં વરસાદ વરસ્યો હતો.આંબરડી ગામની વચ્ચેથી પસાર થતી નેવડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. તે જ પ્રકારે ભાવનગર શહેરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાળિયાબીડ, વાઘાવાડી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી ભાવનગર શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા. મહુવાના કળમોદર, વાવડી, કોટિયા ગામમાં વરસાદ વરસ્યો હતો. મહુવાના નવાગામ, રતનપર સહિતના ગામમાં વરસાદ વરસ્યો હતો.


ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું


કમોસમી વરસાદથી સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં ખેડૂતોને નુકસાન થયું છે. શિયાળામાં આ વખતે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ઘઉં, ચણા, જીરું, લસણ, ડુંગળી અને ધાણાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કેરીના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.


હજુ બે દિવસ કમોસમી વરસાદ


હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી આવું જ વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી કરી છે. એટલે કે હજુ બે દિવસ માવઠુ થશે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડી શકે છે. 48 કલાક બાદ માવઠાથી છૂટકારો મળવાની શક્યતા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે