રાજ્યમાં આવશે કમોસમી વરસાદ! જાણો આવનારા દિવસો દરમિયાન કેવું રહેશે રાજ્યનું હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી આ આગાહી...


  • Published By :
  • Published Date : 2024-02-19 15:58:34

રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પ્રતિદિન ઘટી રહ્યું છે. બપોરના સમયે તો ગરમી લાગતી હતી પરંતુ હવે રાતના સમયે પંખો ચાલું રાખીને સૂઈ જઈએ તો ઠંડી નથી લાગતી તેવી પરિસ્થિતિ છે. ધીમે ધીમે ઠંડી વિદાય લઈ રહી છે. આવનાર સમયમાં ગુજરાત સહિત અનેક રાજ્યોના હવામાનમાં પલટો આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જે અનુસાર આગામી દિવસોમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ આવી શકે છે. હવામાન વિભાગની આગાહીને કારણે જગતના તાતની ચિંતા વધી છે.



આગામી દિવસોમાં આવી શકે છે કમોસમી વરસાદ!

ગરમીની શરૂઆત ધીરે ધીરે થઈ રહી હતી. સવારે અને રાત્રે ઠંડી લાગે જ્યારે બપોરના સમયે ગરમી લાગતી હતી. તાપમાનનો પારો એટલો વધી જતો હતો કે પંખો કરવો પડતો હતો. ગરમીને જોઈ લોકો કહેતા હતા કે હમણાં આવી પરિસ્થિતિ છે તો વિચારો ઉનાળામાં કેવી પરિસ્થિતિ થશે? ઉનાળામાં કેટલી ગરમી પડશે વગેરે વગેરે... આવનાર દિવસોમાં કમોસમી વરસાદ આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 



જાણો હવામાન વિભાગની તેમજ હવામાન નિષ્ણાતની આગાહી શું કહે છે?  

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં આગામી બે દિવસો દરમિયાન છુટો છવાયો વરસાદ આવી શકે છે. 19-20 ફેબ્રુઆરી દરમિયાન છૂટા છવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઠંડી તેમજ માવઠાને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ગુજરાતના અનેક ભાગો પર જોવા મળી શકે છે. આગાહી કરતા તેમણે કહ્યું કે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. ઠંડીને લઈ આગાહી કરતા તેમણે કહ્યું કે માર્ચમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે. રાત્રીના સમયે ઠંડા પવનો ફૂંકાશે જ્યારે બપોરના સમયે ગરમી લાગશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે