ગુજરાતના અનેક શહેરોમાં વરસ્યો કમોસમી વરસાદ, વધી ખેડૂતોની ચિંતા


  • Published By :
  • Published Date : 2023-01-28 08:36:54

એક તરફ કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા હતા. તે દરમિયાન હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના અનેક શહેરો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જે સાચી પૂરવાર થઈ છે. ગત મોડી રાત્રે અનેક શહેરોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સુરત, ભાવનગર, ભરૂચ સહિતના શહેરોમાં ભરશિયાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

 સુરત ગ્રામ્યમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. મોડીરાત્રે સુરત ગ્રામ્યમાં અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી માવઠું થયું છે. ચોમાસામાં વરસાદ હોય એમ મોડીરાત્રે વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સાથે જ મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે કમોસમી વરસાદ પડ્યો છે. સાવલી તાલુકાના ગામોમાં માવઠું થયું છે. ભરશિયાળે તેજ પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે.

અનેક શહેરોમાં વરસ્યો કમોસમી વરસાદ

રાજ્યમાં થોડા સમયથી હાડ થીજાવતી ઠંડીનો  અનુભવ લોકો કરી રહ્યા છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો હતો. ત્યારે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. ગુજરાતના અનેક શહેરોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જે મુજબ સુરત, ભાવનગર જેવા શહેરોના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. મોડી રાત્રે કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પાક નિષ્ફળ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. 

 ભરૂચ જીલ્લામાં માવઠાની અસર જોવા મળી રહી છે. દહેજ પંથકના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. અહીં વિજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોના શિયાળુ પાકને નુકશાન થવાની ભીતી છે.

અચાનક વાતાવરણમાં આવ્યો પલટો 

સુરત,ભાવનગર, ભરૂચ સિવાય આણંદમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત વડોદરામાં પણ કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદ વરસવાને કારણે અનેક શહેરોમાં ઠંડીનું જોર ઘટી ગયું છે. આગામી 48 કલાક સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી કલાકો દરમિયાન વાતાવરણ વાદળછાયું તેમજ ભેજવાળું રહેશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે