રાજ્યના અનેક વિસ્તારોમાં આજે પણ થઈ શકે છે કમોસમી વરસાદ, માવઠાને કારણે જગતના તાતની વધી ચિંતા


  • Published By :
  • Published Date : 2023-03-08 11:11:40

થોડા દિવસોથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં માવઠાને કારણે જગતનો તાત ચિંતિત થયો છે. ત્યારે આજે પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે. ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.


કરા સાથે અનેક સ્થળો પર પડ્યો કમોસમી વરસાદ 

ઉનાળાની શરૂઆત થતાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, ડાંગ, તાપી, નવસારીમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત અમદાવાદ, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા સહિત ગાંધીનગર માટે કમોસમી વરસાદ વરસવાનું અનુમાન કરવામાં આવ્યું છે. વરસાદને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. 


માવઠાને કારણે કેરીના પાકને થયું નુકસાન 

એકાએક વરસાદ વરસવાને કારણે ખેડૂતો ચિંતિત થયા છે. પાક બગડવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. માવઠાને કારણે કેરી, તરબુચ જેવા પાકોને મોટા પાયે નુકસાન થયું છે. ઉનાળાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે કેરીને પણ નુકસાન થયું છે. આંબા પર આવેલા મોર ખરી પડ્યા છે. જેને કારણે આવનાર દિવસોમાં મોંઘા ભાવે કેરી ખરીદવી પડી શકે છે. કેરીના ભાવમાં ભારે ઉછાળો આવી શકે છે તેવું લાગી રહ્યું છે.      




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે