યુપી પોલીસે 'UP મેં કા બા’ ફેમ સિંગર નેહા સિંહને ફટકારી નોટિસ, યુપીમેં કા બા સીઝન-2 ગીત પર છેડાયો વિવાદ


  • Published By :
  • Published Date : 2023-02-22 13:17:20

આજકાલ ડિઝિટલ યુગનો જમાનો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકો ફેમસ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર અનેક વખત એવી વાતો કહી દેતા હોય છે જેને કારણે તેમની મુશ્કેલી વધી ગઈ છે. ત્યારે યુપી મેં કા બા ફેમ નેહા સિંહ રાઠોડની મુશ્કેલીમાં વધારો થયો છે. મંગળવારે યુપી પોલીસે તેમને નોટિસ ફટકારી છે. કાનપુર આગની ઘટનાને લઈ નેહા દ્વારા બનાવામાં આવેલા ગીતને લઈ નોટિસ આપવામાં આવી છે.પોલીસનું કહેવું છે કે નેહા વીડિયો દ્વારા સમાજમાં નફરત અને તણાવ ફેલાવાનું કામ કરે છે. નોટિસમાં પોલીસ દ્વારા 7 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે જેનો ખુલ્લાસો ત્રણ દિવસની અંદર કરવા કહેવાયું છે. જો સંતોષકારક જવાબ નહીં મળે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.

 

પોલીસે નેહાને ફટકારી નોટિસ 

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અનેક લોકો ફેમસ થઈ જતા હોય છે. મોટી સંખ્યામાં તેમના ફેન ફોલોઈંગ હોય છે. અનેક વખત તેમના પોસ્ટને કારણે વિવાદ સર્જાતો હોય છે. ત્યારે યુપીમેં કા બા ફેમ નેહા રાઠોડને પોલીસે નોટિસ ફટકારી છે. નેહાએ તાજેતરમાં કાનપુર દેહાત આગની ઘટના પર એક વીડિયો બનાવ્યો હતો. નેહાએ કા બા સિઝન 2  ગીત ગાયું જેમાં આ ઘટના પર વાત કરવામાં આવી છે. 


નોટિસમાં નેહાને પૂછાયા છે સાત પ્રશ્નો

મંગળવાર સાંજે નેહા રાઠોડે પોતાના ટ્વિટર અકાઉન્ટ અને યુટ્યુબ ચેનલ પર વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે નેહાને નોટિસ ફટકારી છે. આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે કા બા સીઝન 2 વીડિયો દ્વારા સમાજમાં નફરત ફેલાવાનું કામ કર્યું છે. કાનપુર પોલીસની એક ટીમે મંગળવાર રાતે  નેહા સિંહને નોટીસ ફટકારી છે. નોટિસમાં પોલીસે નેહાને અનેક પ્રશ્નો પૂછ્યા છે. નોટિસમાં તેમને પૂછવામાં આવ્યું છે કે તેમણે ગાયેલા ગીતો તેણે લખ્યા છે કે અન્ય કોઈએ. ગીત લખવા અને ગાવાનો આધાર શું છે. જવાબ આપવા પોલીસે ત્રણ દિવસનો સમય આપ્યો છે જો ત્રણ દિવસમાં યોગ્ય અને સંતોષકારક જવાબ નહીં આપવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.    




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે