ઉત્તરપ્રદેશ:બીયરનું શોખીન છે આ વાંદરું! જુઓ વાયરલ Video


  • Published By :
  • Published Date : 2022-11-06 18:12:24

  • એક વાંદરું બિયર પીતું જોવા મળી રહ્યું છે.
  • એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાંદરું બિયર પીવાનું શોખીન છે.
  • તે વિસ્તારમાં જે કોઈપણ વ્યક્તિ વાઈન શૉપમાંથી દારૂ ખરીદવા આવે તેની પાસેથી આ વાંદરું દારૂ છીનવી લે છે.


સોશિયલ મીડિયા પર એક વાંદરાનો વિડીયો વાયરલ થયો છે કે જેમાં તે નશો કરતો જોવા મળી રહ્યો છે! આ વિડીયો ઉત્તરપ્રદેશના રાયબરેલીનો હોવાનું જાણવા મળે છે કે જ્યાં એક વાંદરું બિયર પીતું જોવા મળી રહ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વાંદરું બિયર પીવાનું શોખીન છે અને તે વિસ્તારમાં જે કોઈપણ વ્યક્તિ વાઈન શૉપમાંથી દારૂ ખરીદવા આવે તેની પાસેથી આ વાંદરું દારૂ છીનવી લે છે. ત્યારબાદ આ વાંદરું તે બિયર પી જાય છે.

ઉત્તરપ્રદેશના શહેરના વાઈન શૉપનો સંચાલક પણ આ વાંદરાથી પરેશાન છે. તેણે અધિકારીઓને પણ આ બાબતે ફરિયાદ કરી તો એવો જવાબ મળ્યો કે તે વાંદરાને ત્યાંથી ભગાડી દો. જ્યારે દુકાનના સેલ્સમેન આ વાંદરાને ભગાડે છે ત્યારે તે બચકું ભરવા દોડે છે. હવે આ વાંદરાને પકડવાની પણ વાત જાણવા મળી રહી છે. વાઈન શૉપમાં કાર્યરત એક કર્મચારીએ જણાવ્યું કે, આ વાંદરું ગ્રાહકો પાસેથી દારૂ અને બિયર છીનવી લે છે તેમજ દુકાનમાં રખાયેલી દારૂની બોટલને પણ નુકસાન પહોંચાડે છે.


વાયરલ વિડીયો ક્લિપમાં જોઈ શકાય છે કે આ વાંદરું બિયર પી રહ્યું છે. જ્યારે અન્ય એક વિડીયોમાં આ વાંદરું દારૂ પીતા પણ જોવા મળી રહ્યું છે. જે જોતાં એવું લાગે છે કે આ વાંદરું દારૂનું એડિક્ટ થઈ ગયું છે. જેથી તમામ લોકો પરેશાન છે. જેવી રીતે લોકો વાંદરાને જોતાં ફળ છુપાવે છે તે રીતે અહીં આ વાંદરાને જોતાં દારૂ પણ છુપાડવો પડી રહ્યો છે.


વાંદરાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે. આ વિડીયો શેર કરતા સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં વાંદરું દારૂ પીતું હોય તેવો વિડીયો વાયરલ થયો છે. આ વાંદરું વાઈન શૉપમાં આવતા લોકો પાસેથી દારૂ છીનવી લે છે અને પછી તે દારૂ અને બિયર પી જાય છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.