વેકેશનમાં ફરવા જતા લોકો માટે ખુશખબર, ST નિગમ 1400થી વધુ એક્સ્ટ્રા બસ દોડાવશે


  • Published By :
  • Published Date : 2023-04-25 16:31:34

ઉનાળું વેકેશનમાં પરિવાર સાથે ફરવા જવા કે વતન જવા માટે પ્લાન બનાવતા હોય તેવા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. એસટી નિગમે મુસાફરોને સમયસર બસ મળી રહે તે માટે વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે. એસટી નિગમે મુસાફરોની સુવિધા માટે 1400થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસ સર્વિસ સંચાલિત કરવાનું આયોજન કર્યું છે.


સમગ્ર રાજ્યમાં દોડશે એક્સ્ટ્રા બસ


ST નિગમ સુરતથી સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રથી ઉત્તર તરફ, દક્ષિણથી ઉત્તર અને સૌરાષ્ટ્ર તરફ બસ સર્વિસ સંચાલિત કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતર-રાજ્ય બસ સર્વિસ સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. એસટી નિગમના અલગ-અલગ ડિવિઝનમાંથી એકસ્ટ્રા બસ દોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ડિવિઝમાંથી પણ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, તેમજ યાત્રાધામ તરફ એક્સ્ટ્રા બસ દોડાવી રહ્યા છે. 


તીર્થધામો માટે ST નિગમની ખાસ વ્યવસ્થા


અંબાજી, સોમનાથ, દ્વારકા, ડાકોર, પાવાગઢ, ગીરનાર જેવા રાજ્યના ધાર્મિક સ્થળો તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણ ગીર, સાપુતારા, દીવ અને કચ્છ જેવા પ્રવાસન સ્થળો ખાતે પણ બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે ઉપરાંત રાજસ્થાનમાં માઉન્ટ આબુ, સુન્ધા માતા અને મહારાષ્ટ્રમાં શિરડી, નાશીક, ધુલીયા જેવા આંતર રાજ્ય સ્થળોએ પણ મુસાફર જનતા માટે પૂરતી બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.


બસ માટે ઓનલાઇન બુકીંગ


ST નિગમના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બસ માટે ઓનલાઇન બુકીંગ પણ કરાવી શકશે. ગ્રુપ બુકીંગ પર નિયમ પ્રમાણે ડિસ્કાઉન્ટ પણ મળશે. તેમજ જે તરફ મુસાફરોનો ધસારો વધે તે તરફ એક્સ્ટ્રા બસ દોડાવવા સૂચના આપવામાં આવી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે