અમદાવાદમાં આજથી ફરી શરૂ થયું રસીકરણ, તમામ હેલ્થ સેન્ટર પર લઈ શકાશે રસીનો ડોઝ


  • Published By :
  • Published Date : 2023-01-17 12:06:06

ચીનમાં કોરોના સંક્રમણ ખતરનાક બન્યું છે, દેશમાં 90 કરોડ લોકો કોરોના સંક્રમિત થયા છે. આ પરિસ્થિતીથી દુનિયાભરમાં ચિંતાનો વિષય બની છે. ગુજરાત સરકારે પણ રાજ્ય સરકાર પાસે 10 લાખ કોવિશિલ્ડ અને 2 લાખ કો-વેક્સિનના ડોઝની માંગણી કરી હતી. લોકોએ રસી લેવાની બંધ કરી હતી એટલે નવા ડોઝ મંગાવ્યા નહોતા. જો કે હવે ફરીથી અમદાવાદના તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે.


રાજ્ય સરકાર એક્સનમાં


ચીન બાદ સિંગાપોર, જાપાન, થાઈલેન્ડ અને અમેરિકામાં પણ કોરોના કેસ વધ્યા છે. ભારતમાં પણ પ્રવાસીઓના કારણે ધીરે-ધીરે સંક્રમણ વધી રહ્યું છે. આ કારણે ગુજરાત સરકાર સક્રિય બની છે, અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોર્રેશને તો કોરોનાને લઈ રસીકરણ અભિયાન પણ શરૂ કર્યું છે. શહેરના તમામ  અર્બન હેલ્થ સેન્ટરોમાં આજથી લોકોને કોરોનાની રસી લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.


AMCને મળ્યા 43 હજાર ડોઝ


અમદાવાદમાં આજથી જ તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર વેક્સિનેશન શરૂ કરાયું છે. ભારત સરકાર તરફથી મનપાને કોવિશિલ્ડ-કોવેક્સિનના કુલ 43 હજાર ડોઝ કરાયા પ્રોવાઇડ કરવામાં આવ્યા છે. ભારત સરકાર તરફથી કોવિશિલ્ડના 18 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે 25 હજાર ડોઝ કો-વેક્સિનના આપવામાં આવ્યા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે