Vadodara : જનતા વતી જમાવટે Dr.Hemang Joshiઅને Jashpalsinh Padhiyarને કર્યો તેમનું વિઝન જાણવા ફોન. જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-03 17:14:19

લોકસભા બેઠક માટે 7મી મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે... લોકશાહીના આ મહાપર્વની ઉજવણી નાગરિકો મતદાન કરીને કરવાના છે... મતદાન કરતી પહેલા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવતા મતદાતાઓ દ્વારા.. તેમના ઉમેદવારો તેમના માટે શું કરશે આગામી પાંચ વર્ષ તે જાણવાની ઈચ્છા મતદાતાઓને હોતી હોય છે.. ત્યારે  જમાવટે જનતા વતી વડોદરાના બંને ઉમેદવારોને ફોન કર્યો હતો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી હતી.. વડોદરામાં ભાજપે ડો. હેમાંગ જોષીને ટિકીટ આપી છે અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે.

શું કહ્યું ભાજપના ઉમેદવારે? 

વડોદરા લોકસભા બેઠક ઉમેદવારને લઈ ચર્ચામાં આવી હતી... ભારતીય જનતા પાર્ટીએ ઈતિહાસમાં પહેલી વાર જાહેર કરેલા ઉમેદવારને બદલ્યા હતા.આ બેઠક પર પહેલા ટિકીટ રંજનબેન ભટ્ટને આપવામાં આવી હતી પરંતુ તે બાદ આ ટિકીટ ડો.હેમાંગ જોષીને આપવામાં આવી હતી. જમાવટની ટીમે હેમાંગ જોષીનું વિઝન જાણવા માટે ફોન કર્યો હતો ત્યારે તેમણે કહ્યું કે 2029માં વિકસીત વડોદરાની ઝાંખી જોવા આવજો.. તેમણે વડોદરામાં રહેલા વિકાસના સ્કોપને ગણાવ્યા.. શિક્ષણ ક્ષેત્રે વિકાસ કરશે , આરોગ્ય ક્ષેત્રે વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે તે વિકાસ કરશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. 



કોંગ્રેસના ઉમેદવારનું છે આ વિઝન

ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારને જ્યારે તેમનું વિઝન પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ભાજપના શાસન પર પ્રહારો કર્યા હતા.. લોકોને પૂરતું પીવાનું પાણી નથી મળી રહ્યું... વ્યવસ્થાના અભાવને કારણે વડોદરાના લોકોને પાણી નથી મળી રહ્યું. જો તે જીતશે તો તે પાણીની સમસ્યાને દૂર કરવાનો પ્રયત્ન કરશે તેવી વાત તેમણે કરી હતી.. તે સિવાય તેમણે પોતાની વાતમાં હરણી બોટ લેકની ઘટનાને યાદ કરી હતી... ત્યારે જોવું રહ્યું કે વડોદરાની જનતા કોને સંસદ સભ્ય બનાવે છે?    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે