વડોદરામાં ફતેહપુરા બાદ કુંભારવાડામાં પણ ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો, હર્ષ સંઘવીએ પોલીસને કર્યો આ આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-30 19:58:47

વડોદરા રાજ્યની સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, જો કે આજે રામનવમીના દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારાની અનેક શરમજનક ઘટનાઓ બની છે. વડોદરામાં આજે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત શોભાયાત્રા પોલીસ-બંદોબસ્ત વચ્ચે નિકળી હતી. વડોદરાના ફતેહપુરા બાદ હવે કુંભારવાડામાં પણ ભગવાન શ્રી રામની શોભાયાત્રાને તોફાની તત્વોએ નિશાન બનાવી છે.  


બે વ્યક્તિની અટકાયત


વડોદરાના કુંભારવાડાથી નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થતા માહોલ ગરમાયો છે. ટોળું વિખેરવા પોલીસે  લાઠીચાર્જ કર્યો હતો. પથ્થરમારો કરનાર બે વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે. પોલીસે સ્થિતિને કાબુમાં લેવા ટીયર ગેસના સેલ છોડ્યા હતા. વડોદરામાં પથ્થરમારાની ઘટના વધતા બાદ વધુ પોલીસ કાફલો બોલાવાયો છે. ખેડા અને ભરૂચથી પોલીસની ટીમ બોલાવવામાં આવી છે.


પોલીસ બંદોબસ્ત છતાં પથ્થરમારો


ભગવાન શ્રી રામની આ શોભાયાત્રા પોલીસ બંદોબસ્ત વચ્ચે વાજતે-ગાજતે ફતેપુરા રોડ ઉપરથી પસાર થઇ રહી હતી. એ દરમિયાન ફતેપુરા પાંજરીગર મહોલ્લા પાસે શોભાયાત્રા ઉપર પથ્થરમારો થતાં નાસભાગ મચી ગઇ હતી. પથ્થરમારો થતાં જ ઉશ્કેરાયેલા ટોળા દ્વારા ફેતપુરાથી કારેલીબાગ પોલીસ મથક સુધીના રોડ ઉપરની સંખ્યાબંધ લારીઓની તોડફોડ કરવામાં આવી હતી. જો કે પોલીસે ગણતરીની મિનિટોમાં તોફાની ટોળાઓને વિખેરી પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. 


સાંસદ અને ધારાસભ્ય પણ જોડાયા શોભાયાત્રામાં 


વડોદરાના કુંભારવાડામાંથી નિકળેલી આ શોભાયાત્રામાં સાંસદ રંજનબેન ભટ્ટ અને ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ હાજર હતા. રામનવમીની શોભાયાત્રા દરમિયાન ફતેપુરા વિસ્તારમાં થયેલા પથ્થર મારાને વખોડ્યો હતો. સાંસદે રામનવમીના તહેવારમાં શહેરમાં શાંતિ અને ભાઈચારો જોવા મળે તેવી અપીલ કરી હતી.


હર્ષ સંઘવીએ પોલીસને કર્યો આદેશ 


વડોદરામાં રામનવમીએ 3-3 વાર પથ્થરમારાની ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજ રાત સુધીમાં તોફાની તત્વોને આજ રાત 12 વાગ્યા પહેલા શોધી કાઢવાનો અને તે તમામ લોકોને જેલના હવાલે કરવાનો પોલીસ વિભાગને આદેશ કર્યો છે. આ કારણે ગૃહ વિભાગ અલર્ટ બન્યો છે, પોલીસે સીસીટીવી ફુટેજની તપાસ બાદ તોફાનીઓને શોધવાની કામગીરી શરૂ કરી દીધી છે. CM ભૂપેન્દ્ર પટેલે પણ વડોદરાની ઘટનાની માહિતી લીધી છે.



રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના આજે પ્રસ્તુત કરવી છે સાહિત્યના સમીપમાં.. આ રચનામાં મેઘાણી સાહેબે બાળકોની વાત કરી છે જમાવા માટે વલખાં મારવા મજબૂર છે..

ગુજરાતમાં એક તરફ પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતો વિવાદ છે તો બીજી તરફ કિરીટ પટેલ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું જે આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે..

અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.

જમાવટની ટીમે સુરતમાં બનેલી ઘટનાને લઈ તેમજ નિલેશ કુંભાણીને લઈ આપ નેતા ગોપાલ ઈટાલિયા સાથે ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.