સંસ્કારીનગરી વડોદરાની અંબે સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસેથી દારૂની બોટલ અને સિગારેટ મળતા ચકચાર


  • Published By :
  • Published Date : 2022-12-04 20:33:41

ગુજરાતમાં દારૂબંધીના સર્વત્ર લિરેલીરા ઉડી રહ્યા છે. રાજ્યમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ગુજરાતનું યુવાધન દારૂના રવાડે ચડી તેમની જિંદગી બરબાદ કરી રહ્યું છે. જો કે આવે સ્કૂલમાં જતા ભૂલકાઓ પણ દારૂના બંધાણી થતા જાય છે. વડોદરાની એક સ્કૂલના ધોરણ-7ના ચાર વિદ્યાર્થી પાસેથી દારૂની બોટલ અને સિગારેટસ મળતા ચકચાર મચી ગઈ છે.


શું હતી સમગ્ર ઘટના?


સંસ્કારી નગરી વડોદરાના સાવલી રોડ પર આવેલી એક સ્કૂલમાં 4 વિદ્યાર્થીઓ પાસેથી દારૂની બોટલ અને સિગરેટ મળી આવતા અંધાધુંધી ફેલાઈ છે. સમાં સાવલી રોડ પર આવેલી અંબે સ્કૂલમાં ધોરણ સાતના 4 વિદ્યાર્થીઓ પાસેથી દારૂની બોટલ અને સિગારેટ મળી આવ્યા હતા. વડોદરાની આ ઘટના માત્ર સ્થાનિક જ નહીં પણ સમગ્ર ગુજરાના વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો છે.


સ્કૂલમાં દારૂ અને સિગારેટ ક્યાંથી આવી?


ધ્રુજાવી દે તેવી આ સમગ્ર ઘટનાની જાણ વાલીઓ સુધી પહોંચતા તેમણે સ્કૂલ મેનેજમેન્ટને વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. અંબે સ્કૂલના સંચાલકોએ ચારેય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા હોવાની વાત સામે આવી રહી છે. વિદ્યાર્થીઓ શાળામાં દારૂ અને સિગરેટ કેવી રીતે લાવ્યા અને શું તે લોકો જ દારૂ અને સિગરેટનો નશો કરતા હતા તે મામલે પણ તપાસ હાથ ધરાઇ છે. જો કે શાળાએ આ મામલે સત્તાવાર જાણકારી મળી. 



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.