ભાવનગરમાં રબારી યુવકનો જીવ લેનારનો નીકળ્યો વરઘોડો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-02 21:19:40

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો  પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને  વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે. 

ભાવનગર જિલ્લાનો ઘોઘા તાલુકો અને ઘોઘા તાલુકાનું વાળકુડ ગામ કે જ્યાં પ્રેમ લગ્નને લઇને રવિ કળોતરા ઉર્ફે લાલો રબારી નામના યુવકનો જીવ લઇ લેવામાં આવ્યો હતો.  વરતેજ પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિની સામે આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાય છે.  આ રવિ કળોતરા ઉર્ફે લાલો રબારીએ મુન્ના પ્રફુલ બલિયા સાથે કે જે અમદાવાદનો રહેવાસી છે તેની દીકરી સાથે ૨૦૨૩ના વર્ષમાં પ્રેમ લગ્ન કર્યા હતા. લાલો રબારી આ મુન્ના પ્રફુલ બલિયાના ત્યાં નોકરી કરતો હતો તેવી વાત પણ પોલીસ તપાસમાં બહાર આવી છે. આ મુન્ના પ્રફુલ બલિયાએ મૃતક લાલો રબારીનું ઘર પણ સળગાવી નાખ્યું હતું. હવે , ત્રણ આરોપી જેમના નામ છે , હરેશ હાલ , કિશોર ચૌહાણ અને રોહિત સિહોર નામના ત્રણેય આરોપીઓને વાળકુડ ગામે લાવીને પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો હતો. 

આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, વાળુકડ ગામનો રવિ ઉર્ફે લાલા રબારી નામનો યુવક અમદાવાદમાં ડ્રાઇવિંગની નોકરી કરતો હતો. ત્યાં તેને મૂળ સિહોરના અને હાલ અમદાવાદ રહેતા મુન્ના પ્રફુલ બલિયાની દીકરી જાનવી સાથે પ્રેમ પાંગર્યો હતો. રવિની માતા ધનીબેને જાનવીના ઘરે સગાઈનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો, પરંતુ યુવતીના પિતા મુન્નાએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. ત્યારબાદ, 2023 માં રવિ અને જાનવીએ અમદાવાદની કોર્ટમાં પ્રેમલગ્ન કરી લીધા હતા. જોકે, લગ્ન પછી જાનવી તેના પિતાના ઘરે જ રહેતી હતી અને રવિ પરત ભાવનગર આવી ગયો હતો. આ પ્રેમલગ્નથી યુવતીના પિતા ખૂબ જ નારાજ હતા. પરિણામે રવિને અવારનવાર ધમકીઓ મળતી હતી. હવે રવિનો જીવ લઇ લેવામાં આવ્યો છે.  ઘટનાની જાણ થતાં જ વરતેજ પોલીસ, ASP ઘનશ્યામ ગૌતમ અને સીટી DYSP સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. રવિની માતાની ફરિયાદના આધારે પોલીસે યુવતીના પિતા સહિત 4 લોકો સામે BNS કલમ 103(1), 61(2), 3(5), 351(3) અને જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે ત્વરિત એક્શન લેતા આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે