ગાયને કારણે વલસાડ નજીક વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત


  • Published By :
  • Published Date : 2022-10-29 11:36:42

વંદે ભારત ટ્રેનને ફરી એક વખત અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. વલસાડના અતુલ સ્ટેશન નજીક ટ્રેનને અકસ્માત નડ્યો છે. ફરી એક વખત ગાય વચ્ચે આવી જતા ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું છે. ટ્રેનની જ્યાંરથી શરૂઆત થઈ છે ત્યારથી આ ત્રીજી વખત ટ્રેનનો અકસ્માત થયો છે. ટ્રેનને નુકસાન પહોંચતા રેલવે કર્મચારીઓ દોડતા થઈ ગયા છે.  

વંદેભારત ટ્રેનને ત્રીજીવાર નડ્યો અકસ્માત, વલસાડમાં ગાય સાથે અથડાતા એન્જિનને મોટું નુકસાન

ત્રીજી વખત ટ્રેનને નડ્યો અકસ્માત

પ્રધાનમંત્રીએ એક મહિના પહેલા જ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ટ્રેનની જ્યારથી શરૂઆત થઈ છે ત્યારથી અનેક વખત ટ્રેનને અકસ્માત નડી રહ્યો છે. ત્રીજી વખત ટ્રેનને વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક અકસ્માત નડ્યો છે. આ વખતે પણ ગાય અડફેટે આવી જતા ટ્રેનને ભારે નુકસાન થયું છે. વંદે ભારત ટ્રેનનો અકસ્માત પશુ સાથે થઈ રહ્યો છે. કોઈ વખત ગાય આડે આવી જાય છે તો કોઈ વખત ભેંસ રેલવે ટ્રેક પર આવી જાય છે. પહેલા રખડતા પશુઓ રસ્તા પર ચાલતા લોકોને હેરાન કરતા હતા જ્યારે હવે ટ્રેનને પણ પશુઓ નડી રહ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે