વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનાં ભાઈનો FSL રિપોર્ટ પોઝિટિવ આવ્યો, દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા હોબાળો મચ્યો હતો


  • Published By :
  • Published Date : 2023-07-18 21:51:26

વાવના કોંગ્રેસી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ભાઈ દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા હોબાળો મચી ગયો હતો. ગેનીબેન ઠાકોરના સગા ભાઈ રમેશ ઠાકોર સામે  બનાસકાંઠા પોલીસે ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન ગેનીબેનના ભાઈ રમેશ ઠાકોરનો FSL રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ હવે રમેશ ઠાકોર સામે પોલીસને પૂરાવાઓ હવે મજબૂત બન્યો છે. રમેશ ઠાકોરને ભાભરના અબાસણા ગામે દરોડો પાડીને FSLની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.


સેમ્પલ ગાંધીનગર મોકલ્યા હતા 


ભાભર પોલીસ મથકે આ મામલે ફરીયાદ નોંધાઈ હતી. જેને લઈ પોલીસે રમેશ ઠાકોરનો મેડિકલ ટેસ્ટ કરીને સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ હાલમાં સામે આવ્યો છે. જે રિપોર્ટ પોઝિટિવ હોવાનુ સામે આવ્યુ છે. ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠામાં દારુના વેચાણને લઈ ખૂબ જ રજૂઆત કરીને દારુની ભઠ્ઠીઓને જનતા રેડ કરીને તોડી હતી. કડક કાર્યવાહી માટે માંગ કરીને પોલીસ સામે આક્ષેપો કર્યા હતા.


શું હતો સમગ્ર મામલો?


પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ LCB પોલીસને ભાભરના અબાસણા ગામે જાહેરમાં દારૂ પીને એક વ્યક્તિ ધમાલ કરતો હોવાની બાદમી મળી હતી. આ બાતમીને આધારે અબાસણા ગામે LCB એ રેડ કરી જેમાં પ્રહલાદ મનાજી ઠાકોરના ઘરની નજીકથી રમેશ નગાજી ઠાકોર પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેની પાસેથી દારૂની બોટલ મળી આવી હતી જેથી પોલીસે અટકાયત કરી ભાભર પોલીસ મથકે લાવી તેની વિરુદ્ધ પ્રોહીબિશન એક ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે