વિજાપુર ભાજપનો આંતરકલહ ચરમસીમાએ, પાર્ટીએ શિસ્તભંગના પગલા ભરતા ત્રણ સભ્યોને કર્યા સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-03-10 15:51:22

મહેસાણા જિલ્લાના વિજાપુર ભાજપનો આંતરકલહ પાર્ટી માટે ચિંતાનો વિષય બન્યો છે. પાર્ટીએ શિસ્તભંગના પગલા ભરતા ત્રણ સ્થાનિક નેતાઓને બરતરફ કર્યા છે. ભાજપના મેન્ડેડ ધરાવતા ઉમેદવારો સામે પેનલ બનાવી વિજાપુર APMCની ચૂંટણી  લડેલા પાર્ટીના નેતાઓ પૂર્વ ધારાસભ્ય પી આઈ પટેલ, સુરેશભાઈ પટેલ અને ભરત પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


સુરેશભાઈ પટેલનો પત્ર વાઈરલ


વિજાપુરના રાજકીય વર્તુળોમાં સુરેશભાઈ પટેલ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખને લખાયેલો પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ પત્રમાં પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ અને અન્ય ભાજપ અગ્રણીઓ સામે જૂથવાદનો આક્ષેપ કરવામાં આવ્યો છે.


શા માટે સસ્પેન્ડ કરાયા? 


વિજાપુર APMCની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ સામે પી.આઈ.પટેલ ચૂંટણી લડ્યા હતા. જેમાં પી.આઈ.પટેલની પેનલનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે ભાજપના જૂથને હારનો સામનો કરવા પડ્યો હતો. APMCની ચૂંટણીમાં કુલ 14 બેઠકમાંથી પી.આઈ.પટેલની કિસાન પેનલનો 9 પર વિજ્ય થયો હતો. તેમજ 5 બેઠક રમણલાલ પટેલ જૂથના ફાળે ગઈ હતી. ખેડૂત વિભાગ બાદ વેપારી વિભાગમાં પણ ભાજપની પેનલની પેનલની હાર થઈ હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે