વિજય રૂપાણીએ મનીષ સિસોદિયા મામલે નિવેદન આપ્યું , જાણો શું કહ્યું વિજય રૂપાણીએ ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 12:59:20

મનીષ સિસોદિયાની CBI દ્વારા પૂછપરછ કરતાં રાજકારણ ગરમાયું છે.ત્યારે આ અંગે વિજય રૂપાણીએ એક નિવેદન આપ્યું   તેમણે કહ્યું હતું કે આ એક કાયદાકીય પ્રોસેસ છે જેને હવે રાજકારણ સાથે જોડવાની કોશિશો થઈ રહી છે. તથા બીજી બાજુ મનીષ સિસોદિયા 2 દિવસ ગુજરાત પ્રવાસે આવતા શિક્ષણ મોડલનો મુદ્દો ફરીથી ગુજરાતના રાજકારણમાં ઉઠી શકે છે.

 


મનીષ સિસોદિયાએ ગુજરાત પ્રવાસ અંગે કરી જાહેરાત 

મનીષ સિસોદિયા સમગ્ર વિવાદ મુદ્દે એક જાહેરાત કરી જેમાં તેમણે  2 દિવસીય ગુજરાત પ્રવાસ પર આવવાની વાત કરી છે . તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે દરેક પરિવાર પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે સારી શાળાઓ બનાવતી સરકાર પસંદ કરશે. આની સાથે અરવિંદ કેજરીવાલ અને આપના શિક્ષણ મોડલની વાત કરીને ગુજરાત પ્રવાસમાં સી.આર.પાટીલે આપેલી ચેલેન્જ સ્વીકારશે એવી અટકળો વહી છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે