ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા વિજય રૂપાણીએ આપ્યું નિવેદન, પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર! જાણો શું કહ્યું ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે...


  • Published By :
  • Published Date : 2023-05-25 12:33:51

ગુજરાતના અનેક શહેરોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. આજથી ગુજરાતના પ્રવાસે શાસ્ત્રીજી આવી રહ્યા છે ત્યારે તેમના દરબારને લઈ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અમદાવાદ, રાજકોટ, સુરતમાં બાબાનો દરબાર યોજાવાનો છે. ત્યારે દિવ્ય દરબારને લઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાબા અંગે નિવેદન આપ્યું છે. વિજય રુપાણીએ કહ્યું કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દરબારને અભૂતપૂર્વ સફળતા મળશે. તેઓ આગળ વધે તે માટે અમે સાથે છીએ. સનાતન ધર્મ માટે અમે હંમેશા બાબા અને સનાતની સાથે છીએ. 


દિવ્ય દરબારને લઈ વિજય રૂપાણીનું નિવેદન!

ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના નિવેદનને લઈ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. દેશના અનેક રાજ્યોમાં તેમનો દરબાર યોજાયો છે ત્યારે હવે ગુજરાતમાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાવાનો છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં તેમના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્ય દરબાર યોજાય તે પહેલા અનેક પડકારો તેમને ફેંકવામાં આવ્યા છે. ત્યારે આજથી ગુજરાતની મુલાકાતે બાબા આવી રહ્યા છે. રાજકોટ ખાતે પણ બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે તે પહેલા દિવ્ય દરબારને લઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ નિવેદન આપ્યું છે. 


કોંગ્રેસ પર વિજય રુપાણીએ કર્યા પ્રહાર!

વિજય રુપાણીએ નિવેદન આપતા કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને અભૂતપૂર્વ સફળતા મળશે. બાબા હનુમાનજીના ઉપાસક છે. દિવ્ય દરબાર યોજાવા જઈ રહ્યો છે જે ખૂબ સફળ થાય અને તેઓ આગળ વધે તે માટે અમે સાથે છીએ. બાબા ધર્મ અને સંસ્કૃતિની વાત કરે છે, કોઈ ચમત્કારની વાત કરે છે, કોઈ પોતાનું દુખ લઈને આવે તે તેની શ્રદ્ધાનો વિષય છે. અમે સનાતન ધર્મ સાથે છીએ. કોંગ્રેસ લઘુમતીના મત મેળવવા હંમેશા તુષ્ટીકરણ કરે છે. એ લોકોને યાદ જ છે. લઘુમતીઓના મત મેળવવા માટે હંમેશા કોંગ્રેસ હિન્દુઓ અને હિન્દુ સંસ્કૃતિનો વિરોધ કરતી આવી છે. 


આ તારીખે આ જગ્યાઓ પર લાગશે દિવ્ય દરબાર!

ગુજરાતના પ્રવાસે આવી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે. તેમના દરબારમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે તેને ધ્યાનમાં રાખી વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વનું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે મંજૂરી પણ આપવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આજથી ગુજરાતના પ્રવાસે ધીરેન્દ્ર શાસ્ત્રી આવી રહ્યા છે. 26 મે અને 27 મેના રોજ સુરત ખાતે તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. તે બાદ 28મેના રોજ અમદાવાદના ચાંદખેડા નજીક દરબાર યોજાવાનો છે. 29 અને 30 મેના રોજ અમદાવાદના ચાણક્યપુરીમાં કાર્યક્રમ થવાનો છે. અમદાવાદ બાદ રાજકોટમાં તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. પહેલી અને બીજી જૂનને રાજકોટના રેસકોર્સ ખાતે દિવ્ય દરબાર થવાનો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે