gujarat assembly election 2022: વિજય રૂપાણી સહિત 8 પૂર્વ મંત્રીઓ તથા અનેક ધારાસભ્યોના પત્તા કપાયા


  • Published By :
  • Published Date : 2022-11-09 21:20:46


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજકારણ ગરમાયું છે. ભાજપની પ્રથમ યાદી જાહેર થાય એ પહેલા જ એક બાદ એક મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાઓએ આગામી વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. આ નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તેમની કેબ્િનેટના  8 મંત્રીઓનો સમાવેશ થાય છે, જો કે આ વખતે ભાજપના અનેક સિનિયર નેતાઓ અને ધારાસભ્સયોનો પત્તા કપાશે તે પણ સ્પષ્ટ છે. 


ભાજપના કયા નેતાઓના પત્તા કપાયા?


ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપે તેના એક સમયના પીઢ નેતાઓને ટિકિટ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. ભાજપની 'નો રિપીટ થિયરી'ના ભાગરૂપે અગ્રણી 8 નેતાઓના પત્તા કપાયા છે. જેમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ,  આર સી ફળદુ, પ્રદિપસિંહ જાડેજા, નિમાબેન આચાર્ય, કૌશિક પટેલ, વિભાવરીબેન દવે, ઉપરાંત યોગશ પટેલ, વલ્લભ કાકડિયા,  વાસણ આહીર, રાજેન્દ્ર ત્રિવેદી, કુમાર કાનાણી, પૂર્ણેશ મોદી, પંકજ દેસાઈ, પ્રદીપ પરમાર, ધર્મેન્દ્ર સિંહ જાહેજા, વી.ડી ઝાલાવાડિયા, આત્મારામ પરમાર, રમણ પાટકર, ઈશ્વર પરમાર, જયદ્રથસિંહ પરમાર, રાઘવજી પટેલ, શંભુજી ઠાકોર, આઈ.કે.જાડેજા, બલરામ થવાણી, અરવિંદ રૈયાણી, અને ગોવિંદ પટેલનો સમાવેશ થાય છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે