વિકાસ સહાયની ડીજીપી તરીકે કરાઈ નિમણૂંક, 1989 બેચના છે IPS અધિકારી નવા ડીજીપી


  • Published By :
  • Published Date : 2023-03-01 13:51:37

ગુજરાતના ડીજીપી તરીકે વિકાસ સહાયની નિમણૂંક કરવામાં આવી છે. આશિષ ભાટીયાની નિવૃત્તિ બાદ વિકાસ સહાયને કાયમી ડીજીપી બનાવવામાં આવ્યા છે. આ અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આજ સાંજ સુધીમાં નવા ડીજીપી તરીકેનો ચાર્જ તે સંભાળી શકે છે. વિકાસ સહાય 1989 બેચના આઈપીએસ અધિકારી છે. 

વિકાસ સહાયની ઈન્ચાર્જ DGP તરીકે નિમણૂક કરાઈ ત્યારનો ઓર્ડર


કોનું કોનું નામ ચર્ચાઈ રહ્યું હતું?

31 જાન્યુઆરીના રોજ આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે. આશિષ ભાટિયા બાદ આ કારભાર કોણ સંભાળશે તેને લઈ ચર્ચાઓ ચાલી રહી હતી. આ રેસમાં અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય તેમજ અજય તોમરનું નામ ચાલી રહ્યું હતું. જે બાદ વિકાસ સહાયના નામ પર મહોર લાગી છે. આશિષ ભાટિયા નિવૃત્ત થતાં ઈન્ચાર્જ ડીજીપી તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી જે બાદ તેમને કાયમી ડીજીપી બનાવાયા છે.  


1989 બેચના આઈપીએસ અધિકારી છે વિકાસ સહાય 

વિકાસ સહાય 1989 બેચના આઈપીએસ છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ લીધી હતી. પોલીસ વિભાગમાં 1999માં એસપી આણંદ, 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય  તરીકે ફરજ બજાવી હતી. વર્ષ 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન 2 અને 3, 2004માં અમદાવાદ શહેરની ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. ત્યારે હવેથી વિકાસ સહાય રાજ્યના કાયમી ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળશે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે