ઉત્તર પ્રદેશના ગામડાંના ઘરોને હૉટલમાં ફેરવાશે, ગામડામાં રોજગારી આવશે તેવો દાવો


  • Published By :
  • Published Date : 2022-11-16 14:50:38

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આજની કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો છે. યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અનેક પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. 


UPમાં 5 ડિસેમ્બરે શિયાળુ સત્ર મળશે

યોગી આદિત્યનાથની સરકારે ઉત્તર પ્રદેશમાં પ્રવાસન વધારવા માટે ગામડાના ઘરોને હૉટલો અને લૉજમાં બદલવાનો નિર્ણય લીધો છે. યોગી આદિત્યનાથ સરકારનો આ નિર્ણય પાછળ વિચાર છે કે આનાથી ઈકો ટુરીઝમ વધશે અને ગ્રામ્ય લોકોને ધંધો પણ મળશે. ઉત્તર પ્રદેશમાં 5 ડિસેમ્બરે ત્રણ દિવસ માટે શિયાળુ સત્ર મળવાનો નિર્ણય લીધો છે. આ  શિયાળા સત્રમાં પૂરક બજેટ પણ રજૂ કરવામાં આવશે. 


યૂપીના ગામડાના લોકોને ઘર બેઠા મળશે રોજગારી 

કેબિનેટ બેઠકમાં નવી પ્રવાસન નીતિને લીલી ઝંડી મળી ગઈ છે. જેમાં જૂની હવેલીઓને હેરિટેજ હૉટલમાં બદલવાનો નિર્ણ લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગામડામાં રહેતા લોકો પોતાના ઘરને હૉટલ અથવા લૉજમાં બદલાવી શકશે અને રોજગારી મેળવી શકશે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.