પશ્ચિમ બંગાળમાં ફરી ફાટી નીકળી હિંસા! બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો, પોલીસે કરી અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-04-03 12:18:54

દેશના અનેક રાજ્યોમાં રામનવમીના દિવસે હિંસા ફાટી નીકળી હોય તેવા સમાચારો સામે આવ્યા હતા. બિહાર અને પશ્ચિમ બંગાળમાં રામનવમી દરમિયાન અનેક જગ્યાઓ પર હિંસા ફાટી નિકળી હતી. રામનવમીને અનેક દિવસો વિતી ગયા છે પરંતુ ભડકેલી હિંસા હજી સુધી શાંત નથી થઈ. પશ્ચિમ બંગાળના હુગલીમાં રવિવારે શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ હિંસા ફાટી નીકળી હતી. તે ઉપરાંત અનેક ગાડીઓને આગ લગાવી દેવામાં આવી હતી.સ્થિતિને કાબુ કરવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા આ મામલે હજી સુધી 12 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.  

 


રવિવારે હિંસા ભડકી ઉઠી હતી 

રવિવારે અસામાજીક તત્વો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. રવિવારે બે જૂથ્થો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ઉપરાંત પથ્થરમારો પણ થયો હતો. આ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે.ઉપરાંત ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. હિંસાને ધ્યાનમાં રાખી અનેક શાળોઓ પણ બંધ કરી દેવામાં આવી છે. શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ શોભાયાત્રામાં ભાજપના ધારાસભ્ય બિમન ઘોષ પણ સામેલ થયા હતા. આ હિંસામાં તેઓ ઘાયલ પણ થયા હતા. ઉપરાંત અનેક પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા. ભડકેલી હિંસાને ધ્યાનમાં રાખી ધારા 144 લાગુ કરવામાં આવી છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


     

ભાજપના ધારાસભ્ય થયા ઈજાગ્રસ્ત 

રામનવમી દરમિયાન દેશના અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળી હતી. રામનવમીને અનેક દિવસો વીતિ ગયા છે પરંતુ ભડકેલી હિંસા હજી સુધી શાંત નથી. પશ્ચિમબંગાળ ઉપરાંત બિહારમાં પણ અનેક જગ્યાઓ પર અસામાજીક તત્વો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના રિસરા વિસ્તારમાં શોભાયાત્રા દરમિયાન ભારે પથ્થરમારો થયો હતો. વાહનોને આગ ચાંપી દેવાઈ હતી. પથ્થરમારો દરમિયાન ભાજપના ધારાસભ્ય બિમન ઘોષ પણ ઘાયલ થયા હતા. પશ્ચિમ બંગાળ સિવાય બિહારમાં પણ હિંસા ફાટી નીકળી હતી.  



બિહારમાં પણ શાંતિ ભંગ કરવાનો કરાયો પ્રયત્ન  

તે સિવાય બિહારમાં હિંસા ફરી ભડકી ઉઠી છે. શનિવારે નાલંદાના બિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં 3 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. સાસારામ, નાલંદા, ગયા સહિતના વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. સાસારામમાં શનિવારે સાંજે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. તે ઉપરાંત બિહારશરિફમાં કરફ્યુ લાદવામાં આવ્યું હતો.કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. બિહાર પોલીસે આ મામલે 106 લોકોની ધરપકડ કરી લીધી છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે