આખરે ચૂંટણી બાદ વિપુલ ચૌધરીનો થશે છુટકારો, સુપ્રીમ કોર્ટે જામીન મંજુર કર્યા


  • Published By :
  • Published Date : 2022-12-12 14:02:43

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની જામીન અરજી અંતે મંજૂર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે વિપુલ ચૌધરીની જામીન અરજી મંજૂર કરી છે. વિપુલ ચૌધરીના  જામીન બિનશરતી જામીન મંજૂર કરાયા છે. તેઓ દૂધસાગર ડેરીમાં કૌંભાંડના કેસમાં જેલમાં બંધ હતા.


વિપુલ ચૌધરી પર શું છે આરોપ?


ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે ડેરીમાં  800 કરોડની ઉચાપતનો ગંભીર  આરોપ છે. દૂધસાગર ડેરીના ચેરમેન રહેવા દરમિયાન તેમણે નિયમનું ઉલ્લંઘન કરી મિલ્ક કુલરની બલ્કમાં ખરીદી, ડેરીના ચેરમેન તરીકે હટાવાતા કરેલા કોર્ટ કેસનો ખર્ચ ડેરીમાં ઉમેરવો, ટેન્ડર વિના ડેરીના કામ કરવા, ડેરીના હોર્ડિંગ્સ ઊંચો ભાવ આપનારી કંપની પાસેથી મેળવ્યા સહિતના આરોપો હતા. તેમની પર કુલ મળીને 800 કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ મૂકાયો હતો.રાજ્યની ક્રાઈમ બ્રાન્ચે પણ આ આરોપ હેઠળ તેમની ધરપકડ કરી હતી. જો કે વિપુલ ચૌધરીની ધરપકડ થતા ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિપુલ ચૌધરીની અર્બુદાએ ચૂંટણી પહેલા ભાજપ સામે દેખાવો અને વિરોધ પ્રદર્શનો પણ કર્યા હતા


કોણ છે વિપુલ ચૌધરી?


વિપુલ ચૌધરી મહેસાણામાં આવેલી દૂધસાગર ડેરીના સ્થાપક માનસિંહ ચૌધરીના પુત્ર છે. વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાતના રાજકારણ અને સહકારી દૂધ મંડળી ક્ષેત્રે જાણીતું નામ છે. તેમના પિતા માનસિંહ ચૌધરીએ વર્ષ 1960માં દૂધ સાગર ડેરીની સ્થાપના કરી હતી. વિપુલ ચૌધરી દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન છે અને તે ઉપરાંત રાજ્યના ગૃહમંત્રી પણ રહી ચૂંક્યા છે. આજે સુપ્રીમ કોર્ટ દ્વારા વિપુલ ચૌધરીની જામીન અરજી મંજૂર થતાં ચૌધરી સમાજમાં ખુશી લહેર વ્યાપી ગઈ હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે