T20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બન્યો "વિરાટ કોહલી"


  • Published By :
  • Published Date : 2022-11-02 16:42:15

વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની મેચમાં વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. તે ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવનાર પ્લેયર બની ગયો છે. તેણે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધનેને રેકોર્ડ તોડ્યો છે. જયવર્ધનેએ ટી-20 વર્લ્ડ કપમાં 31 ઇનિંગ્સમાં 1016 રન બનાવ્યા છે. કોહલીએ 23 ઇનિંગ્સમાં આ આ રેકોર્ડ તોડી નાખ્યો છે.

Virat Kohli scripts unique record on social media, joins Ronaldo in special  club | Cricket - Hindustan Times

કોહલીએ બાંગ્લાદેશ સામેની મેચમાં સાતમી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે તસ્કીન અહમદના પાંચમાં બોલ પર એક રન લઇને ટી-20 વર્લ્ડ કપમાં પોતાના 1017 રન પુરા કર્યા હતા.


ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન

ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધારે રન બનાવરનાર ટોપ-5 બેટ્સમેનમાં બે ભારત અને બે શ્રીલંકાના છે. પ્રથમ સ્થાને વિરાટ કોહલી (1033 રન) છે. આ પછી મહેલા જયવર્ધને (1062 રન), ક્રિસ ગેઇલ (965 રન), રોહિત શર્મા (921 રન) અને તિલકરત્ને દિલશાન (897 રન) છે.


વિરાટ કોહલીના અણનમ 64 રન

બાંગ્લાદેશ સામે વિરાટ કોહલીએ અણનમ 64 રન બનાવ્યા હતા. કોહલીએ 44 બોલમાં 8 ફોર 1 સિક્સર સાથે અણનમ 64 રનની ઇનિંગ્સ રમી હતી.



રાજ્યના અનેક ભાગો માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહી કરાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.. આગાહી પ્રમાણે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરત, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..