ગણપતિ વિસર્જન બાદ દરિયા કિનારે થયેલી ગંદકીને સ્વયંસેવકોએ ઉઠાવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 15:54:57

ગણેશ વિસર્જન બાદ દરિયા કિનારે અનેક ગંદકી તેમજ કચરો જોવા મળે છે. પ્લાસ્ટીક, પાણીની બોટલો સહીતનો કચરો નદી કિનારે ફરતો દેખાતો હોય છે. ત્યારે મુંબઈમાં રહેતા સ્વયંસેવકોએ પોતાની ફરજ સમજી દાદર બીચને સાફ કરવાની જિમ્મેદારી ઉપાડી છે.

સ્વયંસેવકોએ સમજી પોતાની જવાબદારી

સમગ્ર દેશમાં ગણેશોત્સવ કાર્યક્રમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવમાં આવી. મહારાષ્ટ્રમાં આ તહેવારો વિશેષ મહત્વ હોય છે. અનેક ભક્તો ચોથના દિવસથી અનંત ચતુર્દશીએ પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરેલા પ્રતિમાનું વિસર્જન કરે છે. મહોત્સવના અંતિમ દિવસે દરિયામાં પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. વિસર્જન કરી લોકો તો જતા રહે છે પણ કચરો ત્યાંનો ત્યાં જ રહી જાય છે. મુંબઈમાં રહેતા સ્વયંસેવકોએ પોતાની ફરજ સમજી દાદર બીચને સાફ કરવાની જિમ્મેદારી ઉપાડી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે